પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણમાં ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને સ્વદેશી જાગરણ મંચના યુવા આયામ યંગ જનરેશન ઓફ ભારત (YGB) દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ડિજિટલ ફાસ્ટ’ એટલે કે ડિજિટલ ઉપવાસ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ
પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન

પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન

પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન

પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન

પાટણના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞાને એશિયા બુકમાં સ્થાન

પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણમાં ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને સ્વદેશી જાગરણ મંચના યુવા આયામ યંગ જનરેશન ઓફ ભારત (YGB) દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ડિજિટલ ફાસ્ટ’ એટલે કે ડિજિટલ ઉપવાસ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ શહેરની વિવિધ શાળાઓના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયા અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ લીધો હતો. આ સામૂહિક પહેલને ‘લાર્જેસ્ટ ડિજિટલ ફાસ્ટ પ્લેજ’ તરીકે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

વર્તમાન સમયમાં બાળકો અને યુવાનો મોબાઇલ તથા સોશિયલ મીડિયામાં દરરોજ 6થી 7 કલાક વિતાવતા હોવાના સંદર્ભમાં તેમના અભ્યાસ, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર થતી અસરો અંગે જાગૃતિ લાવવા આ અભિયાન હાથ ધરાયું હતું. વિદ્યાર્થીઓએ ખાસ કરીને દર મંગળવારે એક દિવસ ડિજિટલ ઉપવાસ પાળવા અને સવારે 9 વાગ્યા પહેલાં મોબાઇલ એપ્લિકેશન તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં મોબાઇલના મર્યાદિત ઉપયોગની ટેવ વિકસાવવાનો છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના સંકલ્પપત્રો એક ઘડામાં એકત્ર કરીને જમીનમાં મૂકવામાં આવ્યા હતા. સંકલ્પના પ્રતીકરૂપે પીપળાના વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો, આચાર્યો, સંચાલક જય ધ્રુવ, સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય સહ સંગઠક સતીશ કુમાર સહિત પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ પાટણથી શરૂ થયેલા આ અભિયાનને આગામી સમયમાં સમગ્ર દેશમાં વિસ્તારવાની જાહેરાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande