'જેલર 2' ની પહેલા દિવસની કમાણી સામે આવી
મુંબઈ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ''જેલર 2'' એ, 15 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપી. સકારાત્મક સમીક્ષાઓ અને પ્રશંસકોના ઉત્સાહ વચ્ચે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 59.70 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જોક
સુપરસ્ટાર રજનીકાંત-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' એ, 15 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપી. સકારાત્મક સમીક્ષાઓ અને પ્રશંસકોના ઉત્સાહ વચ્ચે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 59.70 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો.

જોકે, શાનદાર શરૂઆત છતાં આ રજનીકાંતની અગાઉની ફિલ્મ 'કુલી' ના પહેલા દિવસના 65 કરોડ રૂપિયાના કલેક્શનને પાછળ છોડી શકી નહીં. સૈકનિલ્કના શરૂઆતી આંકડાઓ મુજબ, ફિલ્મે દેશભરમાં 16,599 થી વધુ શોઝ દ્વારા આ કમાણી કરી. દુનિયાભરમાં તેનો પહેલા દિવસનો કારોબાર 125.25 કરોડ રૂપિયા રહ્યો.

ફિલ્મની કમાણીમાં તમિલ સંસ્કરણનો સૌથી મોટો ફાળો રહ્યો. તમિલ ભાષામાં 9,326 શોઝથી 43.35 કરોડ રૂપિયાની કમાણી થઈ, જ્યારે તેલુગુ સંસ્કરણે 2,792 શોઝ દ્વારા 12.50 કરોડ રૂપિયા એકઠા કર્યા. વળી, કન્નડ સંસ્કરણથી 35 લાખ રૂપિયાનો કારોબાર થયો. આ આંકડાઓ વચ્ચે હિન્દી સંસ્કરણની કમાણી પ્રમાણમાં ઓછી રહી.

હિન્દી પટ્ટીમાં ફિલ્મની રિલીઝ પ્રભાવિત થવાનો અસર પણ તેના કારોબાર પર પડ્યો. ઓટીટી રિલીઝ સાથે સંકળાયેલા વિન્ડોના વિવાદને કારણે ઉત્તર ભારતના પીવીઆર-આઈનોક્સ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. હિન્દી સંસ્કરણે 4,371 શોઝથી ફક્ત 3.50 કરોડ રૂપિયા કમાયા. જોકે, પહેલા દિવસના કુલ કારોબારથી ફિલ્મે મજબૂત શરૂઆત કરી છે, પરંતુ હવે તેની સામે 'કુલી' ની ઓપનિંગનો રેકોર્ડ પાર કરવાની પડકાર હશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande