વેરાવળ ખાતે નાલંદા જ્ઞાન વિદ્યાલય તથા નાલંદા કુમાર છાત્રાલય દ્વારા ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો
ગીર સોમનાથ 16 ઓક્ટોબર (હિ.સ.) ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નાલંદા જ્ઞાન વિદ્યાલય તેમજ નાલંદા કુમાર છાત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવ્ય રાસ-ગરબા કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વેરાવળ સમ
વેરાવળ ખાતે  નાલંદા જ્ઞાન વિદ્યાલય તથા નાલંદા કુમાર છાત્રાલય દ્વારા


ગીર સોમનાથ 16 ઓક્ટોબર (હિ.સ.)

ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નાલંદા જ્ઞાન વિદ્યાલય તેમજ નાલંદા કુમાર છાત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવ્ય રાસ-ગરબા કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ ડી-સ્ટાફ પી.એસ.આઇ. રાયજાદા સાહેબ, વેરાવળ નગરપાલિકાના કાઉન્સિલર ઉદયભાઈ શાહ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડી. કે. મહેતા, હિરેનભાઈ મહેતા, આચાર્ય મૌલિકભાઈ મહેતા તેમજ શિક્ષક જયેશભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તથા ઉત્સાહસભર બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રદર્શનની પ્રશંસા કરી સંસ્થાના આયોજનને બિરદાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande