
જૂનાગઢ, 16 ઓક્ટોબર (હિ.સ.) : વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે કેન્દ્ર પુરસ્કૃત 'મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર - નેશનલ હોર્ટીકલ્ચર મિશન' યોજના હેઠળના 'Large Nursery (1 to 2 ha)' અને 'Small Nursery (0.4 to 1 ha)' ઘટકો માટે તા. ૨૫-૧૦-૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવેસરથી નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન (Aadhaar Authentication) ફરજિયાત કરવાનું રહેશે, ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક (ફોન નં: ૦૨૮૫-૨૬૩૫૦૧૬) સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ