કચ્છમાં શ્રમિકો માટે ખુશખબર! માત્ર રૂ.5માં પૌષ્ટિક ભોજન મળશે, પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ
અંજાર ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે શુભારંભ, ભુજ, ગાંધીધામ, રાપર અને આદિપુરમાં પણ શ્રમિકોને મળશે યોજનાનો લાભ. કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : મોંઘવારીના સમયમાં બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકોને પૌષ્ટિક ભોજન મ
પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ


પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ


પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ


પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ


પાંચ નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ


- અંજાર ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે શુભારંભ, ભુજ, ગાંધીધામ, રાપર અને આદિપુરમાં પણ શ્રમિકોને મળશે યોજનાનો લાભ.

કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : મોંઘવારીના સમયમાં બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 16 ઓક્ટોબરના રોજ રાજ્યના 28 જિલ્લાઓમાં 101 નવાં ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આ પહેલ હેઠળ કચ્છ જિલ્લામાં પણ પાંચ નવાં કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે, જેના કારણે બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને રાહત મળશે.

અંજારના દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા પર નવા શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે શ્રમિકોના સ્વાસ્થ્ય, પોષણ અને કલ્યાણ માટે યોજનાને ઉપયોગી ગણાવી હતી. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો દિવસભર શારીરિક મહેનત કરતા હોય છે ત્યારે તેમને નજીવી કિંમતે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાની આ વ્યવસ્થા મહત્વપૂર્ણ બની રહેશે.

યોજનાની વિશેષતા એ છે કે પાત્ર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાકભાજી, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્તાહમાં એક વખત સુખડી જેવા મિષ્ટાન્નનો પણ લાભ આપવામાં આવે છે. શ્રમિકો પોતાની સુવિધા મુજબ ટિફિનમાં ભોજન લઈ જઈ શકે છે અથવા કેન્દ્ર પર બેસીને ગરમાગરમ ભોજનનો સ્વાદ માણી શકે છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે છે. તેના માટે શ્રમિકે પોતાનું ઇ-નિર્માણ કાર્ડ કેન્દ્ર પર રજૂ કરવાનું રહે છે. કાર્ડમાં દર્શાવેલા નંબર અથવા QR કોડની ચકાસણી બાદ પાંચ રૂપિયામાં ટોકન મેળવી ભોજન પ્રાપ્ત કરી શકાય છે.

કચ્છના અન્ય કેન્દ્રોમાં ગાંધીધામના સુંદરપુરી પાણીની ટાંકી પાસે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ, જ્યારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. રાપર અને આદિપુરમાં પણ સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા કેન્દ્રો શરૂ કરાયા હતા. અંજારના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત પદાધિકારીઓ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની આ વ્યવસ્થા શ્રમિક પરિવારોના રોજિંદા ખર્ચમાં રાહત આપવાની સાથે તેમના પોષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande