ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપતો રાજસ્થાનનો આરોપી આખરે ઝડપાયો! માનકુવા પ્રોહિબિશન કેસમાં પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી
સોશિયલ મીડિયા પર વોચ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી બાડમેરમાંથી આરોપીને ઝડપી પાડી માનકુવા પોલીસને સોંપાયો. કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરો
નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડ ભુજે ઝડપી પાડ્યો


- સોશિયલ મીડિયા પર વોચ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી બાડમેરમાંથી આરોપીને ઝડપી પાડી માનકુવા પોલીસને સોંપાયો.

કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડ ભુજે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે રાજસ્થાનમાં તપાસ હાથ ધરી સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા સાથે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ તેને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસની આ કામગીરી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી. બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર ફરાર આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા, જેલમાંથી ફરાર થયેલા તેમજ લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસને સક્રિય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ અંતર્ગત 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, 2026 દરમિયાન બોર્ડર રેન્જ કક્ષાએ 20 દિવસની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ અને મોરબી જિલ્લાના રાજસ્થાનમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande