પાટણના ધીણોજ ગામે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, માત્ર રૂ. 5માં મળશે પૌષ્ટિક ભોજન
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ધીણોજ ગામે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના
પાટણના ધીણોજ ગામે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, માત્ર રૂ. 5માં મળશે પૌષ્ટિક ભોજન


પાટણના ધીણોજ ગામે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, માત્ર રૂ. 5માં મળશે પૌષ્ટિક ભોજન


પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ધીણોજ ગામે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ બાંધકામ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને માત્ર રૂ. 5માં ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળે જ સસ્તા દરે ભોજન મળી રહે અને તેમની સુવિધામાં વધારો થાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે.

મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં રાજ્યના 28 જિલ્લામાં કુલ 101 અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત છે. શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિકોને કાર્ડના આધારે ભોજનનો લાભ આપવામાં આવશે. જ્યારે શ્રમિક કાર્ડ ન ધરાવતા શ્રમિકોની સ્થળ પર જ નોંધણી કરીને તેમને પણ માત્ર રૂ. 5માં ભોજન પૂરું પાડવામાં આવશે. આ વ્યવસ્થાથી શ્રમિકોને આર્થિક રાહત મળવાની સાથે કામકાજ દરમિયાન ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે 104 આરોગ્ય સહાયક હેલ્પલાઇન તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસના આરોગ્ય રથની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓ અંગેની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, પાટણના પ્રાંત અધિકારી જેનીશ પાંડવ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિક અન્નપૂર્ણા યોજનાના પ્રારંભથી ધીણોજ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોને નજીવા ખર્ચે પૌષ્ટિક ભોજન મેળવવાની સુવિધા ઉપલબ્ધ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande