મહુવાના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનો પ્રારંભ
ભાવનગર,16 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાસી તળાવ, કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય શીવાભાઈ ગોહિલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર શરૂ થતાં સ્થાનિક બાંધક
અન્નપૂર્ણા યોજના


ભાવનગર,16 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાસી તળાવ, કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય શીવાભાઈ ગોહિલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર શરૂ થતાં સ્થાનિક બાંધકામ શ્રમિકોને નજીવા દરે પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

આ પ્રસંગે શીવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂ. ૫માં એક ટંકનું ભોજન મળવાથી બાંધકામ શ્રમિકોને આર્થિક રાહત મળશે. મહુવામાં નવા કેન્દ્રના પ્રારંભથી શ્રમિકોને યોજનાનો લાભ મેળવવામાં વધુ સુવિધા મળશે. તેમણે શ્રમિકોને યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના હેઠળ ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫માં ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એક વાર સુખડી જેવું મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા શ્રમિકોએ ઈ-નિર્માણ કાર્ડ સાથે કેન્દ્ર પર જઈ નંબર અથવા ક્યૂઆર કોડ સ્કેન કરાવી રૂ. ૫માં ટોકન મેળવવાનું રહે છે.

ભાવનગર જિલ્લામાં હાલ યોજનાનાં છ કેન્દ્રો કાર્યરત છે. ઉપરાંત, બાંધકામ શ્રમિકોને પ્રાથમિક સારવાર અને દવાઓ પૂરી પાડવા સાત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા બાંધકામ સાઇટ અને કડિયાનાકા ખાતે ઓપીડી સેવાઓ આપવામાં આવે છે. રાજ્યમાં ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવાં કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande