
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરમાં નવરાત્રિના પર્વની
ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરમાં રાસગરબા અને ધાર્મિક કાર્યક્રમોને લઈને રાત્રિના
સમયે લોકોની અવરજવર વધી રહી છે. ત્યારે બીજી તરફ
કેટલાક બાઈક અને કારચાલકો બેફામ રીતે વાહનો
ચલાવી અન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓના જીવજોખમમાં મૂકી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી
રહી છે.શહેરના એમ.જી. રોડ અને ગોઢાણીયા કોલેજ
રોડપર કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો
દોડાવતા હોવાથી અકસ્માતનો ભય ઊભો થયો છે. આવા વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી
કરે તેવી માગ ઊઠી રહી છે.
નવરાત્રિ દરમિયાન લોકો પરિવાર સાથે દ્વિચક્રીવાહનોમાં ગરબા સ્થળોએ જવા, ખરીદી કરવા અને અન્ય કામો માટે નીકળતા હોય છે. ખાસ
કરીને સાંજથી મોડી રાત સુધી શહેરના મુખ્ય
માર્ગો પર વાહનોની અવરજવર વધી જાય છે. આવા સમયે કેટલાક વાહનચાલકો ઝડપ પર નિયંત્રણ
રાખ્યા વગર વાહનો દોડાવતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. બાઈક પર જોખમી રીતે
ડ્રાઇવિંગ કરવી અને કારને બેફિકરાઈથી ચલાવવી અન્ય
લોકો માટે જોખમ ઊભું કરી શકે છે.
શહેરના એમ.જી. રોડ અને ગોઢાણીયા કોલેજ
રોડપર વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે.આ માર્ગો પર પૂરઝડપે વાહનો દોડાવવામાં
આવેતો રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકો
માટે અકસ્માતનું જોખમ વધી શકે છે. નવરાત્રિ
જેવા તહેવારના સમયે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ પરિવાર સાથે બહાર નીકળતા હોવાથી
માર્ગસલામતી જાળવવી વધુ જરૂરી બને છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન પોલીસ દ્વારા
કાયદોઅને વ્યવસ્થા જાળવવા વિવિધ સ્થળોએ
બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ત્યારે ઉત્સવના
માહોલમાં બેફામ વાહન ચલાવતા લોકો પર પણ નજર રાખવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને જોખમી રીતે વાહન ચલાવનાર સામે ચેકિંગ કરીને કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવે તો માર્ગ સલામતી જાળવવામાં
મદદ મળી શકે છે.
નવરાત્રિ દરમિયાન પરિવાર સાથે બહાર નીકળતા નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે તે
જરૂરીછે. વાહનચાલકોએ ઝડપ પર નિયંત્રણ રાખી
અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી
જોઈએ. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે
અને બેફામ વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya