
બુલંદશહેર, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શુક્રવારે એક તેજ રફ્તાર કાર વૃક્ષ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ છે. આ બધા મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મૃતકોની ઓળખ કરવામાં લાગી ગઈ છે.
મુખ્ય વિકાસ અધિકારી નિશા ગ્રેવાલે જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર ડિબાઈ તાલુકાના નરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર પાસે થયો હતો. કાસગંજ જિલ્લાના સિઢપુરાનો રહેવાસી પરિવાર વેન કારમાં બેસીને બુલંદશહેર જિલ્લામાં નરૌરા પાસેના બેલોન ગામમાં સર્વમંગલા માતા (બેલોન માતા)ના દર્શન માટે જઈ રહ્યો હતો. જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર ડિબાઈ તાલુકાના નરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર પાસે તેજ રફ્તાર કાર વૃક્ષ સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફુરચા ઉડી ગયા. આગળનો ભાગ બે ફૂટ સુધી દબાઈ ગયો. લોકો અંદર જ ફસાઈ ગયા. પોલીસે ઘાયલોને બહાર કાઢ્યા અને બધાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાંથી તેમને ઉચ્ચ મેડિકલ સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા.
અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બાકીના ઘાયલ ત્રણ લોકોની હાલત નાજુક હોવાથી તેમને અલીગઢ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, વેનમાં 2 મહિલાઓ, 3 પુરુષો, 11 વર્ષની છોકરી, 5 વર્ષનો છોકરો અને એક વર્ષની છોકરી હતા. હાલમાં, મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પવન શર્મા / દીપક / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ