બોટાદના ઢસા જંકશનની કે.વ. શાળામાં, ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમ દ્વારા શાળા સલામતી કાર્યક્રમ યોજાયો
બોટાદ, 17 ઓક્ટોબર (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા જંકશન ખાતે આવેલી કે.વ. શાળામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમ દ્વારા શાળા સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કટોકટીના સમયે યોગ્ય પગલાં લેવા અંગે જાગૃ
બાળકોને 108 વિશે માહિતી આપવામાં આવી


બોટાદ, 17 ઓક્ટોબર (હિ.સ.)બોટાદ જિલ્લાના ઢસા જંકશન ખાતે આવેલી કે.વ. શાળામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમ દ્વારા શાળા સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કટોકટીના સમયે યોગ્ય પગલાં લેવા અંગે જાગૃતિ લાવવાનો તેમજ અકસ્માત કે તબીબી કટોકટી દરમિયાન કેવી રીતે મદદરૂપ થવું તેની સમજ આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમના સભ્યોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાથમિક સારવારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શાળામાં કે, આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિને અચાનક તબીબી તકલીફ થાય, અકસ્માત સર્જાય કે અન્ય કોઈ કટોકટી ઊભી થાય ત્યારે ગભરાયા વિના યોગ્ય રીતે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ઇમરજન્સી સમયે ઘાયલ વ્યક્તિને મદદ કરતી વખતે રાખવાની સાવચેતી, તાત્કાલિક તબીબી સહાય મેળવવાની પ્રક્રિયા અને ૧૦૮ ઇમરજન્સી સેવાની કામગીરી વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક વર્તવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શાળા સલામતી, પ્રાથમિક સારવાર અને ઇમરજન્સી સેવાઓ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો શાળા કક્ષાએ સલામતીની સમજ વિકસાવવા તેમજ કટોકટીના સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande