હાથબમાં ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
ભાવનગર,17 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના હાથબ ગામે ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડી કેન્દ્ર નંબર-1નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને આગેવાન દિવ્યેશભાઈ સોલંકી સ
આંગણ વાડી કેન્દ્ર નું લોકાર્પણ


ભાવનગર,17 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના હાથબ ગામે ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડી કેન્દ્ર નંબર-1નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને આગેવાન દિવ્યેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હાથબ ગામમાં નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ગ્રાન્ટમાંથી રૂ. 32 લાખ અને આંગણવાડી કેન્દ્ર નંબર-1 માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના સીએસઆર ફંડમાંથી રૂ. 24 લાખની ફાળવણી કરવામાં આવી હતી.

લોકાર્પણ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ગામના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. પંચાયત ભવન માત્ર ઇમારત નહીં, પરંતુ જનસેવાનું માધ્યમ છે. અહીંથી ગામના વિકાસ માટેની યોજનાઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આંગણવાડી કેન્દ્ર બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ છે. આ કેન્દ્રો દ્વારા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પણ પોષણ તથા સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય હર્ષાબેન ઢાપા, સરપંચ દીનાબેન સુમરા, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોર, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશકુમાર ગઢવી, સીડીપીઓ ભાવનાબેન ઠાકોર સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande