ડેનમાર્ક ઓપનમાં ભારતીય પડકાર સમાપ્ત, તન્વી અને ત્રીસા-ગાયત્રી ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા
ઓડેન્સ (ડેનમાર્ક), નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું અભિયાન શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ ગયું. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા અને મહિલા ડબલ્સમાં ત્રીસા જોલી તથા ગાયત્રી ગોપીચંદને હારનો સામ
ડેન્માર્ક


ઓડેન્સ (ડેનમાર્ક), નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું અભિયાન શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ ગયું. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા અને મહિલા ડબલ્સમાં ત્રીસા જોલી તથા ગાયત્રી ગોપીચંદને હારનો સામનો કરવો પડ્યો.

ભારતની છેલ્લી આશા તન્વી શર્માને મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં, વિશ્વની નંબર વન અને ટોચની ક્રમાંકિત દક્ષિણ કોરિયાની આન સે યંગે 21-15, 21-13 થી હરાવી. 38 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં વિશ્વ રેન્કિંગમાં 24મા સ્થાને રહેલી તન્વીએ, શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ તે પોતાની લય જાળવી શકી નહીં.

આ પહેલા મહિલા ડબલ્સમાં ભારતની ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીને, મલેશિયાની પર્લી ટેન અને થિનાહ મુરલીધરન સામે 14-21, 21-17, 21-11 થી હારનો સામનો કરવો પડ્યો.

વિશ્વ રેન્કિંગમાં 18મા સ્થાને રહેલી ભારતીય જોડીએ મુકાબલાની સારી શરૂઆત કરી અને પ્રથમ ગેમના મધ્યંતર સુધી, 11-7 ની લીડ મેળવી લીધી. આ પછી ભારતીય ખેલાડીઓએ પ્રથમ ગેમ સરળતાથી પોતાના નામે કરી. જોકે, વિશ્વ રેન્કિંગમાં પાંચમા સ્થાને રહેલી મલેશિયન જોડીએ બીજા ગેમમાં વાપસી કરીને મુકાબલો બરાબર કરી દીધો. નિર્ણાયક ગેમમાં પર્લી અને થિનાહે દબદબો જાળવી રાખતા ભારતીય જોડીને અપસેટ સર્જવાની તક આપી નહીં.

મલેશિયન જોડીએ આ જ મહિને જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં પણ, ત્રીસા અને ગાયત્રીને હરાવીને બહારનો રસ્તો બતાવ્યો હતો.

આ પહેલા ભારતના ઘણા મુખ્ય ખેલાડીઓ ટુર્નામેન્ટના શરૂઆતી રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા. તેમાં પીવી સિંધુ, ઉન્નતિ હુડ્ડા, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી, લક્ષ્ય સેન તથા આયુષ શેટ્ટીનો સમાવેશ થાય છે. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે બીજા રાઉન્ડ સુધી જગ્યા બનાવી, પરંતુ ત્યાં તેમને ફ્રાન્સના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એલેક્સ લાનિયર સામે હારનો સામનો કરવો પડ્યો.

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ હવે 20 થી 25 ઓક્ટોબર સુધી યોજાનારી ફ્રેન્ચ ઓપનમાં પડકાર રજૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande