રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક દ્વારા 'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, 18 ઓક્ટોબર (હિ.સ.) : કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક દ્વારા માનવસેવા અને પરોપકારના ઉત્કૃષ્ટ ભાવ સાથે ''આનંદ અર્પણનો''ના કાર્યક્રમનું ભવ્ય આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્ર
'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો


'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો


'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો


અમદાવાદ, 18 ઓક્ટોબર (હિ.સ.) : કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક દ્વારા માનવસેવા અને પરોપકારના ઉત્કૃષ્ટ ભાવ સાથે 'આનંદ અર્પણનો'ના કાર્યક્રમનું ભવ્ય આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે, ખરી માનવતા એ છે કે જે વ્યક્તિ પોતાની સાથે સાથે અન્ય લોકોની પણ ચિંતા કરે અને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે.

રાજ્યપાલએ બેંકના ચેરમેન મિનેશ પટેલ અને તેમની સમગ્ર ટીમના આ માનવતાવાદી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, બેંકો સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિઓ અને નાણાકીય લેણદેણ સુધી સીમિત રહેતી હોય છે, પરંતુ કાલુપુર બેંકે પોતાના દૈનિક કાર્યોની સાથે ઘર-ઘર જઈને લોકો પાસે રહેલી બિનઉપયોગી કે વધારાની વસ્તુઓ જેવા કે કપડાં, વાસણો અને બાળકોના રમકડાં એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું જે અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે, તે સમગ્ર સમાજ માટે એક અનુકરણીય પ્રેરણાસ્ત્રોત છે.

ભારતીય સંસ્કૃતિના મૂળ વિચારોની ભાવનાને રેખાંકિત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ જેવા મહાપુરુષોના વિચારો અનુસાર દરેક મનુષ્યે માત્ર પોતાની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઈએ. જે વ્યક્તિ પોતાના માટે જે ઈચ્છે છે, તે જ ભાવ અન્ય લોકો માટે પણ રાખે છે, તે જ સાચો ધાર્મિક અને સંસ્કારી માનવી છે.

રાજ્યપાલ દેવવ્રતએ ભારપૂર્વક જણાવ્યું કે, ઈશ્વર એવા લોકોના હૃદયમાં વસે છે, જેઓ બીજાની આત્માને પોતાના આત્મા સમાન સમજીને દુઃખી અને વંચિત લોકોની સેવા કરે છે. જીવનમાં વિદ્યા, ધન અને બળનો સદઉપયોગ સત્કાર્યો અને લોકકલ્યાણ માટે થવો જોઈએ, જેથી આપણો સમાજ વધુ સંવેદનશીલ અને સમૃદ્ધ બને.

સદવિચાર પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે હરિભાઈ પંચાલ દ્વારા ૨૬ વર્ષની ઉંમરે ૧૯૬૫માં સ્થપાયેલ 'સદવિચાર પરિવાર' સેવા, સંવેદના અને સમર્પણનો ત્રિવેણી સંગમ છે, જેમણે રક્તદાન, કેદીઓનું હૃદયપરિવર્તન, જેલમાં રાખડી અને અનેક સાહિત્યિક-સામાજિક ક્ષેત્રોમાં મૌલિક પ્રવૃત્તિઓનો પાયો નાખ્યો હતો, જેને આજે યુવા ટ્રસ્ટીઓની ટીમ આગળ ધપાવી રહી છે.

કાલુપુર બેંકનો આભાર માનતાં તેમણે ઉમેર્યું કે, બેંક કર્મચારીઓના અથાક પરિશ્રમથી એકત્રિત થયેલા ૨૭,૦૦૦થી વધુ બોક્સ કપડાં, અનાજ, રમકડાં અને શૈક્ષણિક સામગ્રી બેંક અને સદવિચાર પરિવારના સભ્યોએ ખભેખભો મિલાવીને જરૂરીયાતમંદ સુધી સમયસર પહોંચાડીને એક અદ્ભુત માનવસેવાનું કાર્ય પૂરું કર્યું છે.

ચેરમેન મીનેશ પટેલે જણાવ્યું હતું કે, કાલુપુર બેંક સ્થાપનાના પ્રારંભિક વર્ષોથી જ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપતી આવી છે. આ જ પરંપરાને આગળ ધપાવતા 'જોય ઓફ ગિવિંગ' અભિયાન હેઠળ કર્મચારીઓ, તેમના પરિવારજનો અને ગ્રાહકોના સહયોગથી અનાજ તથા ઘરવપરાશની ઉપયોગી વસ્તુઓના ૨૭,૦૦૦થી વધુ બોક્સ એકત્રિત, વર્ગીકૃત અને પેક કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, દિવાળીના પાવન પર્વે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાના શુભ આશયથી આ રાહત સામગ્રી સદવિચાર પરિવારને અર્પણ કરવામાં આવી છે, જે યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ તકે તેમણે સમાજ સેવાના આ મહાયજ્ઞમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપનાર તમામ કર્મચારીઓ, ગ્રાહકો અને શુભેચ્છકોનો બેંક પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક લિ દ્રારા આયોજિત સેવા પરમો ધર્મ ના પ્રેરણાદાયી ઉદ્દેશ સાથે આનંદ અર્પણના ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ ચેરમેન કાલુપુર બેંક, બેંકના ડિરેક્ટરઓ સહિત અનેક શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ, સદ્વિચાર પરિવારના સેવાભાવી કાર્યકર્તાઓ, બેંકના અધિકારીઓ, કર્મયોગીઑ ઉપસ્થિત રહીને માનવસેવાના આ સંકલ્પમાં સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande