વિદેશ મંત્રીએ કોલકતામાં થયેલી ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં ચોરબાગન જાહેર પૂજા પંડાલમાં થયેલી ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. ડૉ. જયશંકરે એક્સ પર લખ્યું, કોલકાતામાં થયેલી ભાગદોડથી ખૂબ દુઃખ થયું. પીડિતોન
પૂજા પંડાલમાં થયેલ અકસ્માત બાદ સ્થિતિ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં ચોરબાગન જાહેર પૂજા પંડાલમાં થયેલી ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

ડૉ. જયશંકરે એક્સ પર લખ્યું, કોલકાતામાં થયેલી ભાગદોડથી ખૂબ દુઃખ થયું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચોરબાગન જાહેર પૂજા પંડાલમાં થયેલી ભાગદોડમાં 19 લોકોના મોત થયા હતા. જેમાંથી 17 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande