ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલ, કોંગ્રેસમાં જોડાયા
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) જાણીતા પાર્શ્વ ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલ, સોમવારે કોંગ્રેસમાં જોડાયા. તેમણે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી હતી. દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં ઉત્તરાખંડ પ્રભારી કુમારી શૈલજા, પ્રદેશ અ
ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણનું નૌટિયાલ કોંગ્રેસમાં સ્વાગત


નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) જાણીતા પાર્શ્વ ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલ, સોમવારે કોંગ્રેસમાં જોડાયા. તેમણે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી હતી. દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં ઉત્તરાખંડ પ્રભારી કુમારી શૈલજા, પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલ, કોંગ્રેસ કાર્યસમિતિ સભ્ય ગુરદીપ સિંહ સપ્પલ અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ યશપાલ આર્યની હાજરીમાં તેમણે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું.

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરાખંડ પ્રભારી કુમારી શૈલજાએ આ પ્રસંગે ચૂંટણી પંચ, અંકિતા ભંડારી હત્યાકાંડ અને ઉત્તરાખંડ સરકારમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર સવાલો ઉઠી રહ્યા છે અને રાહુલ ગાંધી સતત મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર) પર વિપક્ષ અને જનતાની સાથે-સાથે બે ચૂંટણી કમિશનરોએ પણ વાંધો નોંધાવ્યો છે.

શૈલજાએ અંકિતા ભંડારી હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મામલે કથિત વીઆઈપીના નામ અને ઓડિયો સામે આવ્યા હોવા છતાં તમામ પાસાઓની તપાસ થઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે, કથિત વીઆઈપી તરીકે ચર્ચામાં આવેલા દુષ્યંત ગૌતમની પૂછપરછ થઈ નથી. તેમણે ગૌતમને સિક્કિમના રાજ્યપાલ નિયુક્ત કરવા પર પણ સવાલો ઉઠાવ્યા.

શૈલજાએ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી રેખા આર્યના પતિ દ્વારા લગાવવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સવાલ કર્યો કે, આરોપો છતાં મંત્રીને પદ પરથી કેમ હટાવવામાં આવ્યા નથી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ મામલે શું કાર્યવાહી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને પ્રદેશમાં આંદોલન કરશે. પાર્ટીએ 27 અને 28 ઓક્ટોબરના રોજ વિધાનસભા સત્ર દરમિયાન વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે રામશરણ નૌટિયાલનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે, તેમના જોડાવાથી કોંગ્રેસને મજબૂતી મળવાની આશા છે. તેમણે મંત્રી રેખા આર્યના પતિ દ્વારા તેમની કથિત બેનામી સંપત્તિ અને એક કંપનીમાં ભાગીદારીને લઈને લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ કર્યો. ગોદિયાલે પ્રવર્તન નિર્દેશાલય, આવકવેરા વિભાગ અને કેન્દ્રીય તપાસ બ્યુરોને પૂછ્યું કે, આ આરોપોની તપાસ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande