
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન, તેમણે રાજ્યના ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા તથા તેમના માટે નવી તકો ઊભી કરવાના સંબંધમાં વડાપ્રધાન પાસેથી માર્ગદર્શન મેળવ્યું.
વડાપ્રધાન કાર્યાલયે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંને નેતાઓની મુલાકાતની તસવીર શેર કરીને આ અંગેની જાણકારી આપી.
મુખ્યમંત્રી પટેલે મુલાકાત બાદ એક્સ પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેમને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ દરમિયાન, રાજ્યના ગરીબો, યુવાનો, અન્નદાતાઓ અને નારીશક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા તથા તેમના માટે નવી તકોના સર્જનના સંબંધમાં વડાપ્રધાનનું માર્ગદર્શન મળ્યું.
પટેલે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન સાથે 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સાથેની મુલાકાત હંમેશા ઊર્જા અને ઉત્સાહનો નવો સંચાર લઈને આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ