
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જાપાનના આઇચી-નાગોયામાં એશિયન પેરા ગેમ્સ-2026માં સુવર્ણ પદક જીતીને નવો રમત રેકોર્ડ બનાવનાર મોના અગ્રવાલ અને રજત પદક વિજેતા અવની લેખરાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે બંને ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની ઉપલબ્ધિઓથી દેશ ગૌરવવંતો થયો છે.
વડાપ્રધાન કાર્યાલયે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વડાપ્રધાનનો સંદેશ શેર કરતા જણાવ્યું કે, મોનાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 સ્પર્ધામાં 250 અંક મેળવીને સુવર્ણ પદક જીતવાની સાથે નવો એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. અવની લેખરાએ આ જ સ્પર્ધામાં 249.6 અંકો સાથે રજત પદક પોતાના નામે કર્યો.
મોનાની સિદ્ધિ પર વડાપ્રધાને તેમની સચોટ નિશાનબાજી, દ્રઢ સંકલ્પ અને ધૈર્યની પ્રશંસા કરી તથા આગળની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી. અવનીને અભિનંદન પાઠવતા તેમણે તેની નિરંતરતા અને દ્રઢ સંકલ્પને પ્રશંસનીય ગણાવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ