
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે સૌથી પહેલા શારદીય નવરાત્રિ પર માતા મહાગૌરી પાસેથી સમગ્ર દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. તેમણે એક્સ પર લખ્યું, ''ત્યાગ અને તપની દેવી માતા મહાગૌરીના આશીર્વાદથી સૌનું ભવિષ્ય ઉજ્જવળ થાય. દરેકને જીવનમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થાય, એ જ કામના છે.''
વડાપ્રધાન મોદીએ બીજી પોસ્ટમાં સુભાષિતમ્ શેર કર્યું.
''यैस्तु भक्त्या स्मृता नूनं तेषां वृद्धिः प्रजायते। ये त्वां स्मरन्ति देवेशि रक्षसे तान्न संशयः।।''
આ શ્લોક સનાતન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ 'દુર્ગા સપ્તશતી'ના 'દેવી કવચમ્'માંથી લેવામાં આવ્યો છે.
તેનો ભાવ છે, ''જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, તેમનો નિશ્ચિતપણે અભ્યુદય (ઉન્નતિ અને વૃદ્ધિ) થાય છે. હે દેવેશ્વરી! જેઓ તમારું ચિંતન કરે છે, તમે તેમની નિઃસંદેહ રક્ષા કરો છો.'' આદિકાળથી એવી માન્યતા છે કે આ કવચનો પાઠ કરવાથી સાધકની દરેક પરિસ્થિતિમાં નકારાત્મક ઊર્જા, ભય, શોક અને સંકટોથી રક્ષા થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ