
-પાયલ નાગ સંયુક્ત પાંચમા સ્થાને
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). ભારતની સ્ટાર પેરા તીરંદાજ શીતલ દેવીએ સોમવારે પેરા એશિયન ગેમ્સ 2026માં મહિલા કમ્પાઉન્ડ તીરંદાજીની ક્વોલિફિકેશન સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી અને નવો એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો. શીતલે 720 માંથી 704 અંક મેળવ્યા. આ દરમિયાન, તેણે પોતાના જ ખેલના એશિયન સ્તરે સ્થાપિત 698 અંકોની રેકોર્ડ સીમાને છ અંકથી પાછળ છોડી દીધી.
ક્વોલિફિકેશનના 72 તીરો પછી જાહેર કરાયેલા પરિણામો અનુસાર, શીતલે બંને 50 મીટર રાઉન્ડમાં 352-352 અંક મેળવ્યા. તેના નામ સામે 32 'એક્સ' અને 25 'બાર' અંકના નિશાન નોંધાયા. તેનું આ પ્રદર્શન ભારતીય પેરા તીરંદાજી માટે મોટી સિદ્ધિ છે.
સિંગાપોરની નૂર સ્યાહિદા અલીમ 683 અંકો સાથે બીજા સ્થાને રહી, જ્યારે ચીનની શુએકિંગ શૂએ 680 અંક મેળવી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. બાંગ્લાદેશની જોમા અખ્તર 676 અંકો સાથે ચોથા સ્થાને રહી.
ભારતની અન્ય એક તીરંદાજ પાયલ નાગે પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તેણે 720 માંથી 675 અંક મેળવ્યા અને ક્વોલિફિકેશનમાં સંયુક્ત રીતે પાંચમા સ્થાને રહી. ઇન્ડોનેશિયાની તેઓદોરા ફેરેલી ઓડી અયુદિયાએ પણ 675 અંક બનાવ્યા, જોકે, બંને ખેલાડીઓના 'એક્સ' અને 10 અંકના નિશાનોનો રેકોર્ડ અલગ રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ