
પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત
સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની
કચેરીના આયોજન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા 'યુવા ઉત્સવ 2026-27' નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે અરજી
ફોર્મ ભરવાની છેલ્લી તા.09 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે.
જેમાં
તા.17 ઓગસ્ટ
2026 ની
સ્થિતિએ 15 થી
29
વર્ષની વયજૂથ ધરાવતા યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, જેમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન
કરનાર વિજેતાઓ આગળ જતાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ
કરશે.
આ
યુવા ઉત્સવ અંતર્ગત વિકસિત ભારત સાંસ્કૃતિક ટ્રેક વિભાગ હેઠળ કુલ પાંચ વિવિધ કલા
ક્ષેત્રોમાં સ્પર્ધાઓ યોજાશે. જેમાં 15 થી 29 વર્ષના વયજૂથ માટે લોકનૃત્ય, લોકગીત, ચિત્રકલા, કવિતા લેખન, નુક્કડ નાટક/શેરી નાટક સ્પર્ધાઓનો
સમાવેશ થાય છે.
ઇચ્છુક
યુવા સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી, તેની સાથે આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ જોડવાની રહેશે.
ભરેલા ફોર્મ તા.09 -10-2026૬
ના રોજ બપોરે 12:00 કલાક સુધીમાં 'જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર' ખાતે જમા કરાવવાના રહેશે અને નિયત સમયમર્યાદા (09 -10-2026) બાદ મળેલ અથવા અધૂરી વિગતોવાળા ફોર્મ
ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની
સંબંધિત દરેક યુવાનોએ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા એક યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya