એફિલ ટાવર વિવાદમાં બીએપીએસ ને ક્લીન ચીટ, તપાસમાં મહિલા કર્મચારીઓને હટાવવાની માંગ મળી નહિ
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.). પેરિસ સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) હિંદુ મંદિરે, એફિલ ટાવર સાથે સંકળાયેલા વિવાદ પર સત્તાવાર તપાસ રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે તેના પ્રતિનિધિમંડળે ક્યારેય મહિલા કર્મચારીઓને છુપાવ
એફિલ ટાવરની મુલાકાત દરમિયાન બીએપીએસ ના સંત


નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.). પેરિસ સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) હિંદુ મંદિરે, એફિલ ટાવર સાથે સંકળાયેલા વિવાદ પર સત્તાવાર તપાસ રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે તેના પ્રતિનિધિમંડળે ક્યારેય મહિલા કર્મચારીઓને છુપાવવા, હટાવવા કે મુલાકાતીઓના માર્ગથી અલગ કરવાની માંગ કરી ન હતી. સંસ્થાએ જણાવ્યું કે, તપાસના તારણોએ આ હકીકતની પુષ્ટિ કરી છે.

બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, એફિલ ટાવર યાત્રા સાથે સંકળાયેલા ઘટનાક્રમની સત્તાવાર તપાસના તારણો સામે આવ્યા પછી સંસ્થા સૌ પ્રથમ તે કર્મચારીઓ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરવા માંગે છે જેઓ આ વિવાદથી પ્રભાવિત થયા.

બીએપીએસ એ જણાવ્યું કે, તેણે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે, તેણે મહિલા કર્મચારીઓને હટાવવા, છુપાવવા કે મુલાકાતીઓના માર્ગથી દૂર રાખવા માટે કોઈ વિનંતી કરી ન હતી. સંસ્થાએ જણાવ્યું કે, સત્તાવાર તપાસમાં પણ આ સ્થાપિત થયું છે કે મહિલા કર્મચારીઓને મુલાકાતી માર્ગથી હટાવવા સંબંધિત કોઈ માંગ પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવી ન હતી.

સંસ્થાએ આશા વ્યક્ત કરી કે, તપાસ રિપોર્ટથી સમગ્ર ઘટનાક્રમની પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે અને તેનાથી સંકળાયેલા તમામ પક્ષો સન્માનજનક રીતે આગળ વધી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ 5 સપ્ટેમ્બરના રોજ ત્યારે સામે આવ્યો હતો જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક હિંદુ ધાર્મિક પ્રતિનિધિમંડળના એફિલ ટાવર પ્રવાસ દરમિયાન મહિલા કર્મચારીઓને પોતાના કાર્યસ્થળ બદલવા અથવા બીજા ભાગોમાં જવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ આરોપો પછી બીએપીએસ અને હિંદુ ધાર્મિક પરંપરાઓ અંગે વ્યાપક ટીકા થઈ હતી.

જોકે મામલાની તપાસમાં સામે આવ્યું કે, ઘટનાક્રમ પાછળ ઘણી વહીવટી અને સંચાલન સ્તરની ભૂલો તથા પરસ્પર સંચારનો અભાવ જવાબદાર હતો. તપાસ અનુસાર, કેટલીક મહિલા કર્મચારીઓના કાર્યસ્થળ બદલવામાં આવ્યા હતા, પરંતુ આ નિર્ણય બીએપીએસ ની માંગ પર લેવામાં આવ્યો ન હતો.

પેરિસની તપાસ એજન્સીના રિપોર્ટમાં આ નિષ્કર્ષ સામે આવ્યા પછી બીએપીએસ એ જણાવ્યું કે, સમગ્ર વિવાદને સંસ્થાના નિર્દેશ તરીકે રજૂ કરવો યોગ્ય ન હતો.

બીએપીએસ સ્વામિનારાયણ પરંપરા સાથે સંકળાયેલી એક વૈશ્વિક આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા છે. ફ્રાન્સમાં બનનાર બીએપીએસ હિંદુ મંદિર દેશનું પહેલું પરંપરાગત હિંદુ મંદિર છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande