ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભાવનગર મંડળના
ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં


ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશન હેઠળ, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માના માર્ગદર્શન તથા વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર સંતોષ કુમાર મિશ્રાના નેતૃત્વમાં યોજાયો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, 2 ઓક્ટોબર 2026ના રોજ મંડળ કાર્યાલયથી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી. મંડળ રેલ પ્રબંધક કાર્યાલયના પ્રવેશદ્વારથી શરૂ થયેલી આ પ્રભાત ફેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ, ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રભાત ફેરી દ્વારા સ્વચ્છતા, સ્વસ્થ જીવનશૈલી તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.

ત્યારબાદ ભાવનગર પરા સ્થિત મેડિકલ કોલોની પરિસરમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે જ રેલવે હોસ્પિટલ, ભાવનગર પરા પરિસરમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામૂહિક શ્રમદાન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ રેલવે હોસ્પિટલ, ભાવનગર પરા ખાતે મીડિયાને સંબોધિત કરતાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો તથા સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો સંદેશ આપ્યો.

કાર્યક્રમમાં ભાવનગર મંડળના 250થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો અને સ્વચ્છ, સુંદર તથા હરિત રેલવે પરિસરોના નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી આયોજિત ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓને મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ દરમિયાન ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે સવારે 08:30 કલાકે વાણિજ્ય વિભાગ તથા સ્વયંસેવક જૂથ માહી ડેરીના સહયોગથી શ્રમદાન કરવામાં આવ્યું. આ અભિયાનમાં મંડળ કાર્યાલયના વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ ઉપરાંત ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, કાર્યાલયો, આરોગ્ય એકમો તથા કોચિંગ ડેપોમાં પણ આ પ્રકારના સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે અધિકારીઓ અને કર્મચારીઓએ રેલવે પરિસરોને સ્વચ્છ, સુંદર તથા પર્યાવરણને અનુકૂળ રાખવા અને સ્વચ્છતાને પોતાની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનાવવાનો સંકલ્પ લીધો. સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત ભાવનગર મંડળ દ્વારા સ્વચ્છતા, જનભાગીદારી તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સતત જાગૃતિ અને સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande