કેન્દ્ર સરકારે લદ્દાખના, 28 સ્થળોને નકશામાં ઔપચારિક રીતે ચિહ્નિત કર્યા.
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારે લદ્દાખના 28 સ્થળોને માનક અને ભૌગોલિક સંરચનાના નામ સાથે ભારતીય સર્વેક્ષણ વિભાગના સત્તાવાર નકશા પર ચિહ્નિત કર્યા છે. આમાં વ્યૂહાત્મક સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓની ઔપચારિક રીતે ઓળખ કરવામાં આવી છે. આમા
માનચિત્ર


નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારે લદ્દાખના 28 સ્થળોને માનક અને ભૌગોલિક સંરચનાના નામ સાથે ભારતીય સર્વેક્ષણ વિભાગના સત્તાવાર નકશા પર ચિહ્નિત કર્યા છે. આમાં વ્યૂહાત્મક સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓની ઔપચારિક રીતે ઓળખ કરવામાં આવી છે. આમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સાથેના, મુખ્ય સરહદી વિવાદના મુદ્દાઓ જેવા કે ગોગરા અને હોટ સ્પ્રિંગ શામેલ છે.

ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું, “ભારતીય સર્વેક્ષણ વિભાગ દ્વારા લદ્દાખના નકશા પર આને ઔપચારિક રીતે ચિહ્નિત કરવાનો ઉદ્દેશ્ય, તેમની સચોટ ઓળખને સરળ બનાવવી અને સામાન્ય જનતા વચ્ચે વધુ સારી જાગૃતિ પેદા કરવાનો છે.”

મંત્રાલયનું કહેવું છે કે, અતિશા ગિરી (શિખર), બ્રાંગસા લેન્ડ (વિસ્તાર), ચપચિંગલ પાસ (ઘાટ), કનિષ્ક પીક (શિખર), કરુણ પીર (પર્વત), કુક્સેલ લેન્ડ (વિસ્તાર), માર્તંડ ગિરી (શિખર), 8 પરપિક (ગ્લેશિયર), સ્કમરી ગ્લેશિયર (ગ્લેશિયર), શચમિર્ક પાસ (ઘાટ), શકોરગા વેલી (ખીણ), ઝોરાવર પીક (શિખર), દેહરા કંપાસ લેન્ડ (વિસ્તાર), દ્રક કાર્પો (પર્વત), ગોગરા લેન્ડ (વિસ્તાર), જોલમોરી (પર્વત), કુમારયાના પોઈન્ટ લેન્ડ (વિસ્તાર), પંગલુંગ લેન્ડ (વિસ્તાર), રિનચેન ઝંગપો (શિખર), સાક્યાશ્રી ગિરી (શિખર), ગુરુ રિનપોછે (સરોવર), શામલ લુંગપા લેન્ડ (વિસ્તાર), યાંગપા નદી (નદી), હોટ સ્પ્રિંગ વોટર (જળ સ્ત્રોત), મારપા લોત્સાવા રી (શિખર), મિલારેપા કાંગરી (શિખર), શિવા રી (શિખર), મહેશ્વર રી (શિખર) જેવા સ્થળોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારનું ઔપચારિક નામકરણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande