
અમરેલ02 ઓક્ટોબર (હિ.સ.)
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાલાની વાવ નજીક આજે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાલાની વાવ નજીકથી પસાર થઈ રહેલી કાર અકસ્માતગ્રસ્ત બનતા તેમાં સવાર લોકો પૈકી કેટલાકને ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની મદદ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી.
પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
ઘટનાને પગલે બાલાની વાવ નજીક થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્મતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. વાહનચાલકોને બાલાની વાવ સહિતના માર્ગો પર સાવચેતીપૂર્વક વાહન હંકારવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai