સિદ્ધપુરની ગણેશપુરા પ્રાથમિક શાળાએ સાયન્સ ડ્રામામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.
પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ 13 શાળાઓએ પાં
સિદ્ધપુરની ગણેશપુરા પ્રાથમિક શાળાએ સાયન્સ ડ્રામામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.


પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ 13 શાળાઓએ પાંચ અલગ-અલગ વિભાગોમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સિદ્ધપુરની ગણેશપુરા પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ગણેશપુરા પ્રાથમિક શાળાના ધોરણ-8ના આઠ વિદ્યાર્થીઓએ ‘લીલી ધરતી પર, પ્રદૂષણની સવારી’ નામનું નાટક રજૂ કર્યું હતું. નાટકમાં પ્રદૂષણની સમસ્યા તેમજ પર્યાવરણના રક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાટકમાં શ્રેયા પટેલ, નિયતિ પટેલ, અથર્વ ઠાકર, પ્રિન્સ બારોટ, દિયા પટેલ, આરોહી બારોટ, નક્ષ દેસાઈ અને વીર સુથારે અભિનય કર્યો હતો.

સ્પર્ધાના પરિણામમાં ગણેશપુરા પ્રાથમિક શાળાએ કુલ ત્રણ જિલ્લા કક્ષાના એવોર્ડ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાને પ્રથમ સ્થાન ઉપરાંત નાટકના દિગ્દર્શક વિશાલ પાધ્યાને શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેયા પટેલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ સફળતા બાદ શાળા હવે રાજ્યકક્ષાની નેશનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande