મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને- યુવા કોંગ્રેસનું પ્રદર્શન, ઘણા કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય યુવા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને, ગુરુવારે અહીં પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા તથા ચૂંટણી
પ્રદર્શન


નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય યુવા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને, ગુરુવારે અહીં પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા તથા ચૂંટણી પંચ કાર્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, દિલ્હી પોલીસે બેરિકેડિંગ કરીને તેમને રોકી લીધા અને ઘણા કાર્યકરોને અટકાયતમાં લીધા.

આ પ્રસંગે ઉદય ભાનુ ચિબે કહ્યું કે, ચૂંટણી પંચ દેશની સૌથી મહત્વપૂર્ણ લોકતાંત્રિક સંસ્થાઓમાંની એક છે, પરંતુ તેની નિષ્પક્ષતાને લઈને જનતાના મનમાં સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠી રહ્યા હોય ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરને સામે આવીને જવાબ આપવો જોઈએ અને પદ પર ટકી રહેવાને બદલે રાજીનામું આપવું જોઈએ.

ચિબે કહ્યું કે, ચૂંટણી પંચ કોઈ સરકાર કે રાજકીય પક્ષની ખાનગી સંસ્થા નથી, પરંતુ બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થા સાથે જોડાયેલી સંસ્થા છે. તેમણે કહ્યું કે, તેની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપવો મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી છે અને જવાબદારીથી બચવું લોકતાંત્રિક વ્યવસ્થાને અનુકૂળ માની શકાય નહીં.

પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસ કાર્યાલયથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી રહેલા કાર્યકરોને, દિલ્હી પોલીસે વચ્ચે રસ્તામાં રોકી લીધા. આ પછી ઘણા કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા.

પ્રદર્શનમાં દિલ્હી યુવા કોંગ્રેસ અધ્યક્ષ અક્ષય લાકડા, હરિયાણા યુવા કોંગ્રેસ અધ્યક્ષ નિશિત કટારિયા, રાષ્ટ્રીય મહાસચિવ હરિ કૃષ્ણા, ખુશ્બુ શર્મા, મિતેન્દ્ર દર્શન સિંહ, રાષ્ટ્રીય સચિવ સત્યવાન ગેહલોત, પરમિંદર સિંહ પમ્મી, હનવરન કંસાના સહિત સંગઠનના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande