
જૂનાગઢ,02 ઓક્ટોબર (હિ.સ.) મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. આ પ્રસંગે સૌએ સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા પર ભાર મૂક્યો મૂક્યો હતો. સાથે જ તેમણે સ્વચ્છતા માટે સામૂહિક રીતે પ્રયાસ થાય તે પણ જરૂરી ગણાવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર વૃષાલી કાંબલે સહિતના અધિકારીઓએ સમગ્ર જિલ્લા સેવા સદન પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પરિસરમાં સ્વચ્છતા વધુ સુદૃઢ બને તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ