કચ્છની શાળાઓમાં ગુંજ્યો ‘સેફ રોડ’નો સંદેશ, 1200થી વધુ વિદ્યાર્થીઓ બન્યા માર્ગ સલામતીના જાગૃત સિપાહી
કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) માર્ગ અકસ્માતો અટકાવવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે નાની વયથી જ જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી કચ્છ જિલ્લામાં માર્ગ સલામતીને કેન્દ્રમાં રાખીને વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા મારું
માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ


માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ


માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ


કચ્છ, 02 ઓક્ટોબર (હિ.સ.) માર્ગ અકસ્માતો અટકાવવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે નાની વયથી જ જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી કચ્છ જિલ્લામાં માર્ગ સલામતીને કેન્દ્રમાં રાખીને વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા મારું યોગદાન’ થીમ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છના સંકલનથી જિલ્લાની વિવિધ વિસ્તારોની શાળાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ તથા ક્વિઝ સ્પર્ધા યોજાઈ.

અભિયાન અંતર્ગત માધાપરની મોડેલ સ્કૂલ, નલિયાની મોડેલ સ્કૂલ, નખત્રાણાની શેઠ કે.વી. હાઈસ્કૂલ, દયાપરની મોડેલ સ્કૂલ, માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, મુન્દ્રાની શેઠ આર.ડી. હાઈસ્કૂલ, અંજારની KKMS હાઈસ્કૂલ, ગણેશનગરની સરકારી માધ્યમિક શાળા, ભચાઉની HDD કન્યા વિદ્યાલય અને રાપરની મોડેલ સ્કૂલ સહિત કુલ દસ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર આયોજનનો લાભ 1200થી વધુ વિદ્યાર્થીઓએ લીધો.

જાગૃતિ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને રસ્તા પર સલામત રીતે અવરજવર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે હેલમેટ અને કારચાલકો માટે સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિક સિગ્નલનું પાલન, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઝડપ મર્યાદાનું ધ્યાન રાખવું તેમજ રસ્તા પર રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની સલામતીનું ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ સમજાવવામાં આવ્યા.

માત્ર માર્ગદર્શન પૂરતું મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવેલી બાબતોનું જ્ઞાન વ્યવહારિક રીતે ચકાસી શકાય તે માટે માર્ગ સલામતી આધારિત ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો, માર્ગ ચિહ્નો અને સુરક્ષિત વાહનવ્યવહાર અંગે પોતાની સમજ રજૂ કરી.

‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના સંદેશવાહક બનાવી સુરક્ષિત અને જવાબદાર ટ્રાફિક વ્યવસ્થામાં જનભાગીદારી વધારવાનો રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande