મીઠી નદીના કાંપ ખોદવાના કૌભાંડમાં ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાની ધરપકડ
મુંબઈ, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાને, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) એ શુક્રવારે મીઠી નદીમાંથી કાંપ કાઢવા અને સફાઈના કામમાં કથિત નાણાકીય ગેરરીતિઓના કેસમાં ધરપકડ કરી છે. કેસની તપાસ દરમિયાન મોરિયાના નાણાકીય વ
મીઠી નદીના કાંપ ખોદવાના કૌભાંડમાં ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાની ધરપકડ


મુંબઈ, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાને, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) એ શુક્રવારે મીઠી નદીમાંથી કાંપ કાઢવા અને સફાઈના કામમાં કથિત નાણાકીય ગેરરીતિઓના કેસમાં ધરપકડ કરી છે.

કેસની તપાસ દરમિયાન મોરિયાના નાણાકીય વ્યવહારો અને મુખ્ય આરોપી કેતન કદમ સાથેના તેમના કથિત નાણાકીય સંબંધો સામે આવ્યા હતા. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ઈઓડબ્લ્યુ ની ટીમ કરી રહી છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ પહેલા ડીનો મોરિયા અને તેમના ભાઈ સેન્ટિનો મોરિયાની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ બંને સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના દસ્તાવેજો અને બેંક ખાતાઓની માહિતી પણ તપાસી છે. આ પછી મીઠી નદીમાંથી કાંપ કાઢવાના કામમાં, આશરે 65 કરોડ રૂપિયાની કથિત નાણાકીય છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં મુંબઈ નગર નિગમના ઘણા કોન્ટ્રાક્ટરો, દલાલો અને અધિકારીઓ તપાસના દાયરામાં છે. અત્યાર સુધીમાં 13 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

અત્યાર સુધીની તપાસમાં ડીનો મોરિયા અને કેતન કદમ વચ્ચે, 2018 થી 2022 દરમિયાન થયેલા કેટલાક નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. અધિકારીઓના મતે, આ વ્યવહારોની રકમ આશરે 14 થી 18 લાખ રૂપિયાની વચ્ચે હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે, કદમ તરફથી 18 લાખ રૂપિયા મોરિયાના ભાઈ સાથે સંકળાયેલી એક કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઈઓડબ્લ્યુ આ વ્યવહારો અને મીઠી નદી પરિયોજના સાથેના તેમના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે.

તપાસ એજન્સી અનુસાર, કેટલાક કોન્ટ્રાક્ટરોએ કથિત રીતે નકલી દસ્તાવેજો અને વધારી-ચઢાવીને, બિલ રજૂ કરીને નગર નિગમ પાસેથી ચુકવણી મેળવી. કાંપના પરિવહન સંબંધિત ખોટી માહિતી આપવામાં આવી હોવાની વાત પણ તપાસમાં સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande