એક વર્ષની સજાના ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ છેલ્લા છ મહિનાથી ફરાર રહેતા સજા ફરારી આરોપીને સુરતથ
પકડાયેલ આરોપી


ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ છેલ્લા છ મહિનાથી ફરાર રહેતા સજા ફરારી આરોપીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પાલીતાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ માં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં આરોપી કિશોર દેવશીભાઈ વાઘેલા, ભાવનગર,ને નામદાર કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટ દ્વારા આરોપીને સજા ભોગવવા માટે પકડ વોરંટની બજવણી કરવા અંગેનો વોરંટ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યો હતો. જોકે, સજા થયા બાદ આરોપી પાલીતાણાથી ફરાર થઈ સુરત શહેર ખાતે જતો રહ્યો હતો અને ત્યાં હીરા ધસવાનું કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આરોપીને ઝડપી પાડવા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી. તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીના ઠેકાણા અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપી કિશોરભાઈ વાઘેલાને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

બાદમાં આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપી સામે જેલ વોરંટ ભરવામાં આવતા તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande