


પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદર પ્રવાસે
ચએ ત્યારે મુખ્યમંત્રીએ
પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી અને આરતીમાં સહભાગી બન્યા હતા.ફલાઈટ દુર્ઘટના ટાળનાર પાઇલોટ સ્મિત
મચ્છરના સ્વથ્ય અને દીર્ઘ આયુષય માટે મહાદેવ ને કરી પ્રાર્થના કરી
હતી.
મુખ્યમંત્રીએ મંદિર ખાતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓની
વચ્ચે સામાન્ય ભક્તની જેમ દર્શન કરી આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીની આ
સાદગીપૂર્ણ ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી
પ્રસરી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી,પોરબંદર મ્યુનિસિપલ કમિશનર ટી.સી
તીરથાણી, પોરબંદર ભાજપ પ્રભારી વિમલ કગથરા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા પ્રવીણ
ઓડેદરા,રામભાઈ કરગઠિયા,
શહેર
ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા સહિતના સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya