પોરબંદર જિલ્લા કક્ષાનો મધમાખી ઉછેર વિષય પર પરિસંવાદ યોજાયો
પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી હસ્તકના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ, મજીવાણા ખાતે મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરીસંવાદમાં પ
પોરબંદર   જિલ્લા કક્ષાનો મધમાખી ઉછેર વિષય પર પરિસંવાદ યોજાયો.


પોરબંદર   જિલ્લા કક્ષાનો મધમાખી ઉછેર વિષય પર પરિસંવાદ યોજાયો.


પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર

નાયબ બાગાયત નિયામકની કચેરી હસ્તકના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ, મજીવાણા ખાતે મધમાખી ઉછેર વિષય પર જિલ્લાકક્ષાના

પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ

પરીસંવાદમાં પોરબંદર જિલ્લાના અંદાજે 85 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમને

મધમાખી ઉછેરને એક પુરક વ્યવસાય તરીકે અપનાવવા માટે મધમાખીની વિવિધ પ્રજાતિ, મધમાખીનું જીવન ચક્ર, મધમાખી સાથે સંકળાયેલ અન્ય વ્યવસાય, મધમાખી ઉછેર માટે જગ્યાની પસંદગી, મધમાખી માંથી મળતી અન્ય પેદાશો તેના

બજાર ભાવ તેમજ તેના ઉપયોગો,

મધમાખી ઉછેર માટે ધ્યાનમાં રાખવાની

બાબતો, વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન તેમજ

તેની માંગ અને બજાર વ્યવસ્થા તેમજ બાગાયત ખાતા દ્વારા મધમાખી ઉછેર માટે આપવામાં

આવતી સહાય વિષયક બાબતે નાયબ બાગાયત નિયામક કલ્પના જે. પંચાલ અનેઅસ્પી કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાપટના વિષય

નિષ્ણાંત એ.એસ. નિનામા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

વધુમાં

પોરબંદર જિલ્લાનાં જ એક લાભાર્થી કે જેઓ એ બાગાયત ખાતામાંથી સહાય મેળવી મધમાખી

પાલન ને એક વ્યવસાય તરીકે અપનાવ્યો તેમનાપ્રતિભાવો પણ રજુ કરવામાં આવ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande