
રાજકોટ, 02 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટની ભાગોળે શાપર વેરાવળમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નિર્માણાધીન કારખાનાનો ક્રેન દ્વારા ગેટ ચડાવતી વેળાએ ગેટ વીજ લાઈનમાં અડી જતા બે યુવકોને વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા અને 108 ની ટીમને જાણ કરતા 108 ની ટીમ ના તબીબે ઘટના સ્થળ પર બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા ઘટનાને પગલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શાપરથી રીબડા સાઇટ પર ન્યારા પેટ્રોલ પંપ પાસે રીબડાના ટાંકા પાસે કાચા રોડ પર આવેલ હિતેશભાઈ ના નિર્માણાધીન કારખાનામાં કામ ચાલી રહ્યું હતું ત્યારે સાંજે 6 વાગ્યા આસપાસ રીબડા થી શિવ કરીને મદદથી શેડ નો ગેટ ફીટ કરવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન ક્રેન અને ગેટ ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનના કોઈ કારણોસર ગેસ વીજ લાઈન સાથે અડી જતા બંને યુવકો ને પ્રચંડ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટમાં રાજકોટ કોઠારીયા રોડ પર ડાયમંડ પાર્ટી પ્લોટ સામે રહેતા હિરેનભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 32 વર્ષીય યુવક અને. રાજકોટ સાઈબાબા સર્કલ પાસે રહેતા દીતેશ ભાઈ હરીશભાઈ હંસસોડા ઉંમર વર્ષ 42 વર્ષીય નામના બંનેનું ઘટના સ્થળ પર કમ કમાતી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતો આ અંગે હિરેનભાઈ માતા-પિતાના એકના એક પુત્ર હોય અને દિપેશભાઈ પોતે પત્ની અને માતાપિતા સાથે રહેતા હોય બંને પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવામાં શાપર વેરાવળમાં આવેલા સદગુરુ પ્લાસ્ટિકની કારખાનાની ઓરડીમાં રહેતો રાકેશ બુધાભાઈ સેનાળા નામના યુવાનને કોઈ કારણસર વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સાપર પોલીસને કરતા હેડ કોસ્ટેબલ મહેશભાઈ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી, રાકેશના મૃતદેહને સાપર હોસ્પિટલી પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt