સુરતથી ઉદયપુર હવે માત્ર સાડા સાત કલાકમાં પહોંચાશે, 4 ઓક્ટોબરથી શરૂ થશે વંદે ભારત ટ્રેન
સુરત, 02 ઓક્ટોબર (હિ.સ.): સુરત અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નવી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી છે. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરતથી આ ટ્રેનને લીલીઝંડી આપી હતી. 4 ઓક્ટોબરથી ટ્રેનનું નિયમિ
सूरत को उदयपुर से जोड़ने वाली इस सेमी-हाईस्पीड ट्रेन को केंद्रीय जलशक्ति मंत्री सी. आर. पाटिल ने हरी झंडी दिखाई


સુરત, 02 ઓક્ટોબર (હિ.સ.): સુરત અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નવી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી છે. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરતથી આ ટ્રેનને લીલીઝંડી આપી હતી. 4 ઓક્ટોબરથી ટ્રેનનું નિયમિત સંચાલન શરૂ થશે. આ ટ્રેન દ્વારા સુરતથી ઉદયપુરનું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં પૂર્ણ કરી શકાશે, જેનાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે.

આ વંદે ભારત ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે પરત ફરતી વખતે ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે રવાના થઈને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મુસાફરી દરમિયાન ગુજરાત તથા રાજસ્થાનનાં નવ મુખ્ય સ્ટેશનો પર રોકાશે. આ રૂટથી વેપારીઓ, પ્રવાસીઓ અને ધાર્મિક સ્થળોની મુલાકાતે જતા મુસાફરોને સુવિધા મળશે.

ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં ઓટોમેટિક દરવાજા, GPS આધારિત માહિતી પ્રણાલી, આરામદાયક બેઠકો અને કવચ સુરક્ષા સિસ્ટમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ટિકિટનું ભાડું AC ચેર કાર માટે ₹1,515 અને એક્ઝિક્યુટિવ ચેર કાર માટે ₹2,720 નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેન શરૂ થવાથી સુરત અને ઉદયપુર વચ્ચે વેપાર, પ્રવાસન અને રોજિંદી અવરજવરને વધુ સરળ બનાવવાની અપેક્ષા છે.

ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સી. આર. પાટીલે રેલવેમાં થયેલા આધુનિકીકરણ અને વંદે ભારતની સુવિધાઓ અંગે વાત કરી હતી. તેમણે નાગરિકોને નવી ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન એક સ્થાનિક કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત સ્ટેજ પર પહોંચીને માઇક પરથી મહેમાનોના અભિવાદનની જાહેરાત કરવા લાગતાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. સ્ટેજ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande