સિદ્ધપુરના ચાંદણસર ગામે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છતા પર્વ નિમિત્તે યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા સફાઈ અભિયાન યોજાયું
પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરના ચાંદણસર ગામે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને સ્વચ્છતા પર્વ નિમિત્તે યોગાંજલિ કેળવણી મંડળ, ગણેશપુરા સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સ
સિદ્ધપુરના ચાંદણસર ગામે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને સ્વચ્છતા પર્વ નિમિત્તે યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા સફાઈ અભિયાન યોજાયું.


સિદ્ધપુરના ચાંદણસર ગામે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને સ્વચ્છતા પર્વ નિમિત્તે યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા સફાઈ અભિયાન યોજાયું.


પાટણ, 02 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરના ચાંદણસર ગામે મહાત્મા ગાંધી જન્મજયંતિ અને સ્વચ્છતા પર્વ નિમિત્તે યોગાંજલિ કેળવણી મંડળ, ગણેશપુરા સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ ગ્રામ પંચાયત પરિસર તેમજ ગામની શેરીઓમાં સફાઈ કામગીરી કરી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.

યોગાંજલિ વિદ્યાવિહાર દ્વારા 26 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 સુધી સ્વચ્છતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે શિક્ષકો સંજય સાધુ અને ગુણવંત શ્રીમાળીએ વિદ્યાર્થીઓ સાથે મળીને સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ પ્રસંગે સરપંચ આશિયાનાબાનુ પીંઢારા સહિત સ્થાનિક નાગરિકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહી અભિયાનમાં સહભાગી બન્યા હતા.

સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ વાલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય અશોક શર્મા અને ટ્રસ્ટી કૈલાસબેન પટેલે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. સાથે જ સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ ગામના નિર્માણમાં દરેક વ્યક્તિની જવાબદારી અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande