અરશદ વારસીની 'જૉલી એલએલબી 4' થી થશે વાપસી
મુંબઈ, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). બોલિવૂડની ચર્ચિત ફિલ્મ ફ્રેન્ચાઇઝી ''જૉલી એલએલબી''ની ચોથી કીસ્તની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વખતે નિર્માતા વાર્તાને આગળ વધારવાને બદલે પ્રિક્વલ તરીકે રજૂ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અભિનેતા અરશદ વારસી ફરી એકવાર વક
અભિનેતા અરશદ વારસી


મુંબઈ, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). બોલિવૂડની ચર્ચિત ફિલ્મ ફ્રેન્ચાઇઝી 'જૉલી એલએલબી'ની ચોથી કીસ્તની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વખતે નિર્માતા વાર્તાને આગળ વધારવાને બદલે પ્રિક્વલ તરીકે રજૂ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અભિનેતા અરશદ વારસી ફરી એકવાર વકીલ જગદીશ ત્યાગી ઉર્ફે જૉલીના પાત્રમાં જોવા મળશે.

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શનના અંતિમ તબક્કામાં છે અને તેનું શૂટિંગ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ઉમેશ શુક્લાને સોંપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. એક સૂત્રએ જણાવ્યું કે આ વાર્તા અગાઉની ફિલ્મોની સિક્વલ નહીં, પરંતુ પ્રિક્વલ હશે. આના દ્વારા અરશદ વારસીના લોકપ્રિય પાત્ર જૉલીની વાર્તાને નવી શૈલીમાં દર્શાવવામાં આવશે. જોકે, ફિલ્મની વાર્તા અને અન્ય કલાકારો વિશે હાલમાં વિસ્તૃત માહિતી સામે આવી નથી.

'જૉલી એલએલબી' ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2013માં થઈ હતી, જેમાં અરશદ વારસીએ વકીલ જગદીશ ત્યાગીની ભૂમિકા ભજવી હતી. તેના બીજા ભાગમાં અક્ષય કુમારે જગદીશ્વર મિશ્રા ઉર્ફે જૉલીનું પાત્ર ભજવ્યું, જ્યારે હુમા કુરેશી પણ ફિલ્મનો ભાગ હતી. વર્ષ 2025માં રિલીઝ થયેલી 'જૉલી એલએલબી 3'માં અરશદ અને અક્ષય બંને એકસાથે જોવા મળ્યા હતા. હવે ચોથા ભાગમાં અરશદની વાપસીથી, ચાહકોને ફરી એકવાર તેમની ચર્ચિત અદાલતી શૈલીની ઝલક મળવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande