રાજકોટમાં દશેરા પૂર્વે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ: 44 નમૂના લેવાયા, 36 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર આરોગ્યની જાળવણી અર્થે હાથ ધરાયેલી આ કાર્યવાહી
આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ


રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર આરોગ્યની જાળવણી અર્થે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન 39 પેઢીઓની તપાસ કરી 44 શંકાસ્પદ નમૂના લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે, જ્યારે 36 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી આરોગ્ય શાખા અને ફૂડ સેફટી ટીમ દ્વારા સઘન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં મોમોઝ, ફરસાણ, વિવિધ મીઠાઈઓ, ડેરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, મસાલા તેમજ ખાદ્ય તેલ વેચતા વિવિધ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીની ઓળખ કરી તેને તુરંત બિનઉપયોગી બનાવી નષ્ટ કરવાની કામગીરી પૂરી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 'મોમોનીસ ફૂડટ્રક'માંથી વાસી તથા પડતર પેક કરેલ ફ્રોજન મોમોસ, મનચુરીયન પેસ્ટ અને દાઝેલું તેલ મળીને કુલ 23 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 'સીતારામ ડેરી'માંથી 9 કિલો વાસી મીઠાઈ અને 4 કિલો એક્સપાયર થયેલ ચેરી તથા કરોન્ડા મળીને 13 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. નિયમોના ભંગ, સંગ્રહ, લાયસન્સ અને અસ્વચ્છતા બાબતે 3 પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. 2,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

તહેવારોમાં મીઠાઈ, ફરસાણ અને કાચા માલની માંગ વધુ રહેતી હોવાથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 44 શંકાસ્પદ નમૂનાઓ લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલાયા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સિવાય તહેવારોના માહોલને ધ્યાનમાં રાખીને શહેરના 3 રાસ ગરબા ગ્રાઉન્ડ પર ઊભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ્સનું પણ વિશેષ ચેકિંગ કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande