અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો કાલે જામનગર આવશે : રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે
જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 21 ઓક્ટોબરે જામનગરની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વિશ્વના સૌથી મોટા રિફાઇનરી સંકુલ પૈકીના એક એવા રિલાયન્સની જામનગર રિફાઇનરી ખાતે પહોંચશે. પ્રથમ વખત કોઈ દેશના વિદેશ મંત્રી જામનગરની મ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો


જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 21 ઓક્ટોબરે જામનગરની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વિશ્વના સૌથી મોટા રિફાઇનરી સંકુલ પૈકીના એક એવા રિલાયન્સની જામનગર રિફાઇનરી ખાતે પહોંચશે. પ્રથમ વખત કોઈ દેશના વિદેશ મંત્રી જામનગરની મુલાકાત લઈ રહ્યા હોવાથી આ ઘટનાક્રમ ભારત-અમેરિકા રાજદ્વારી અને ઊર્જા સંબંધો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.

જામનગર પહોંચતા પહેલાં માર્કો રુબિયો મુંબઈ ખાતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ સવારે 10:30 વાગ્યે મુંબઈથી રવાના થઈને 11:30 વાગ્યે જામનગર એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટથી તેઓ સીધા રિલાયન્સ રિફાઇનરી સંકુલ માટે રવાના થશે. આ વિદેશી પ્રતિનિધિમંડળના આગમન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રિલાયન્સ મેનેજમેન્ટ દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

માર્કો રુબિયો રિલાયન્સ રિફાઇનરી સંકુલમાં આશરે નવ કલાક જેટલો સમય વિતાવશે. આ રોકાણ દરમિયાન તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે પણ મુલાકાત કરશે. પ્રાપ્તિ વિગતો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલી ઓઇલ રિફાઇનરીમાં મોટું મૂડીરોકાણ કરવા માટેની યોજના બનાવી રહી છે. આ વ્યાપારી પ્રોજેક્ટના સંદર્ભમાં પણ બંને પક્ષો વચ્ચેની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવે છે.

આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન અને વૈશ્વિક નિકાસમાં જામનગર રિફાઇનરી પ્રમુખ સ્થાન ધરાવે છે. આ સાથે ટેક્સાસ પ્રોજેક્ટમાં રિલાયન્સનું પ્રસ્તાવિત રોકાણ દ્વિપક્ષીય વેપારને નવી દિશા આપશે. આ મુલાકાતથી ભવિષ્યમાં ઊર્જા સુરક્ષા, આર્થિક રોકાણ અને વ્યાપારિક સંબંધો સુદ્રઢ બનવાની આશંકા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande