સાણંદના વિરોચનનગરમાં 100 વર્ષ જૂની પરંપરા મુજબ દશેરાએ હિન્દુ-મુસ્લિમ સમાજે ઘોડા રેસ યોજી
અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન, કન્યા પૂજન, ભગવાન શ્રીરામ અને ભારતમાતાનું પૂજનના કાર્યક્રમો દેશભરમાં યોજાય છે ત્યારે અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. ગામની 100 વ
Hindu-Muslim community organizes horse race on Dussehra as per 100-year-old tradition in Virochannagar, Sanand


અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન, કન્યા પૂજન, ભગવાન શ્રીરામ અને ભારતમાતાનું પૂજનના કાર્યક્રમો દેશભરમાં યોજાય છે ત્યારે અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. ગામની 100 વર્ષ જૂની પરંપરા મુજબ, હિન્દુ અને મુસ્લિમ સમાજે સાથે મળીને ઘોડા રેસનું આયોજન કર્યું.

આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રહી, જેમાં 40 થી 50 ઘોડાઓએ ભાગ લીધો. ઘોડામાલિકોએ પોતાના ઘોડાઓને રંગબેરંગી ચાંદીના આભૂષણો અને ઘૂઘરાથી સજાવ્યા હતા.ગામમાં તૈયાર કરાયેલા એક કિલોમીટર લાંબા ટ્રેક પર ઘોડાઓ દોડ્યા. અસવાર અને ઘોડાઓની જુગલબંધી જોઈને ગ્રામજનો ખુશ થયા.

આ ઘોડા રેસ માત્ર એક રમત નથી, પરંતુ દાયકાઓથી ચાલી આવતી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની પરંપરા દર્શાવે છે. બંને સમાજના લોકો મોટી સંખ્યામાં આ ઉજવણી જોવા એકઠા થયા હતા અને ઘોડેસવારોનો ઉત્સાહ વધાર્યો હતો.

આધુનિક યુગમાં પણ 100 વર્ષ જૂની આ સંસ્કૃતિ અને ભાઈચારાની પરંપરાને વિરોચનનગરના ગ્રામજનોએ જીવંત રાખી છે, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande