રાજકોટના રૈયાધારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેર પોલીસ દ્વારા યુવાધનને નશાના દૂષણથી બચાવવા ચલાવવામાં આવી રહેલા ''સે નો ટુ ડ્રગ્સ'' મિશન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગને મોટી સફળતા સાંપડી છે. પોલીસે રૈયાધાર વિસ્તારમાંથી રૂ. 34800 ની કિંમતના 11.60 ગ્ર
એમડી ડ્રગ્સ સાથે શખસની કરાઈ ધરપકડ


રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેર પોલીસ દ્વારા યુવાધનને નશાના દૂષણથી બચાવવા ચલાવવામાં આવી રહેલા 'સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગને મોટી સફળતા સાંપડી છે. પોલીસે રૈયાધાર વિસ્તારમાંથી રૂ. 34800 ની કિંમતના 11.60 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એન્ટી નાર્કોટીક્સ ટીમ સતત પેટ્રોલિંગ અને તપાસમાં કાર્યરત હતી.તપાસ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે રાજકોટના રૈયાધાર, શાંતિનિકેતન મેઈન રોડ પર આવેલ આકૃતિ ઓરા એપાર્ટમેન્ટ આગળ જાહેરમાં એક ઇસમ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીકળવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડી સંબંધિત સ્થળે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ઇસમ આવતા જ તેને કોર્ડન કરીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીનું નામ રોહિત ઉર્ફે પિયુષ પરેશ ડાભી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી 11.60 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (રૂ. 34800 ), મોબાઇલ ફોન (રૂ. 10000 ), એક એક્ટિવા મોટરસાયકલ(રૂ.40000 ) અને રોકડા મળી કુલ રૂ.85100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી રોહિત સામે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આરોપી અગાઉ પણ પ્રોહીબિશન, રૈયટિંગ અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande