
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). હિંદુ સમુદાયના સૌથી મોટા તહેવાર શારદીય નવરાત્રિનો આજે મા દુર્ગાની મૂર્તિઓના વિસર્જન સાથે સમાપન થશે. હિંદુ માન્યતાઓ અનુસાર, વિસર્જન દ્વારા દેવી દુર્ગા કૈલાસ પર્વત પર પાછા ફરશે. આ વર્ષે સમગ્ર દેશમાં 33,165 મંડપ સજાવવામાં આવ્યા હતા. આ મંડપોમાં મંગળવારે ધામધૂમથી મહાનવમીની ઉજવણી કરવામાં આવી.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, રાજધાની ઢાકામાં આજે દેવીની મૂર્તિઓના વિસર્જનને જોવા માટે હજારો લોકો બુરિગંગા નદીના કિનારે એકઠા થશે. ભક્તો દેવી દુર્ગાની સાથે લક્ષ્મી, સરસ્વતી, કાર્તિકેય અને ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરીને તેમને વિદાય આપશે અને આવતા વર્ષે તેમના ફરીથી આગમનની કામના કરશે.
દશમી પૂજાના મુખ્ય અનુષ્ઠાનો હેઠળ મહિલાઓ મંડપો અને મંદિરોમાં દેવી દુર્ગાના ચરણોમાં સિંદૂર અર્પણ કરશે, તેને પરંપરાગત રીતે સિંદૂર ખેલા કહેવામાં આવે છે. આ પછી મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવશે અને પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના કરશે. આ દેવી દુર્ગાની શક્તિ પ્રત્યે સન્માન પ્રગટ કરવાની એક રીત છે. આ પહેલા મંગળવારે દેશભરના પૂજા મંડપોમાં મહાનવમીની ઉજવણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ