સુલતાનની બ્રિટન યાત્રા દરમિયાન કિંગ ચાર્લ્સે, ઓમાનના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી.
લંડન (બ્રિટન), નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.) બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ (તૃતીય)એ મધ્ય પૂર્વના સંકટમાં ઓમાનના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે આ વાત ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકના સ્વાગતમાં વિન્ડસર કેસલમાં આયોજિત, એક ભોજન સમારંભ દરમિયાન કહી.
ેોહતૂોલ

તેમણે કહ્યું કે, હોર્મુઝ જળસંધિ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ને ફરીથી ખોલવામાં મદદ કરવાના, ઓમાનના પ્રયાસો સરાહનીય છે. લગભગ અડધી સદીમાં કોઈ ઓમાની શાસકની બ્રિટનની આ પ્રથમ રાજકીય યાત્રા છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ, ચાર્લ્સે કહ્યું કે, ખાડી ક્ષેત્રમાં મસ્કટના શાંતિ-સ્થાપનાના પ્રયાસો અને રચનાત્મક તટસ્થતાનું મહત્વ હોર્મુઝ કરતાં ક્યાંય વધારે છે અને તે અત્યંત સન્માનને પાત્ર છે.

ચાર્લ્સે લગભગ 160 અતિથિઓ વચ્ચે કહ્યું, એવા સમયે જ્યારે આ ક્ષેત્રમાં સંઘર્ષે ખૂબ જ દુઃખદ રીતે પુનરાગમન કર્યું છે, હું ખાસ કરીને તમામ પક્ષો વચ્ચે એક ભરોસાપાત્ર મધ્યસ્થી તરીકે ઓમાનની સતત પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માંગુ છું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande