મુન્દ્રામાં માલગાડીની અડફેટે 17 ગૌવંશનાં મોતથી ચકચાર, રેલવે ટ્રેક પર સુરક્ષાના અભાવે માલધારી સમાજમાં રોષ
માલગાડીની ટક્કરથી 17થી વધુ ગૌવંશનાં મોત નિપજતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ કચ્છ, 21 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક નજીક માલગાડીની ટક્કરથી 17થી વધુ ગૌવંશનાં મોત નિપજતાં પંથકમાં શોકન
રેલ્વે ટ્રેક પર મૃતક ગાયો


માલગાડીની ટક્કરથી 17થી વધુ ગૌવંશનાં મોત નિપજતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ

કચ્છ, 21 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક નજીક માલગાડીની ટક્કરથી 17થી વધુ ગૌવંશનાં મોત નિપજતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. અબોલ પશુઓનાં મોતની આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને માલધારી સમાજમાં ભારે દુઃખ સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. રેલવે ટ્રેકની આસપાસ પશુઓની અવરજવર રોકવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના આક્ષેપો વચ્ચે રેલવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રા તાલુકાના સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક નજીકથી પસાર થઈ રહેલી માલગાડીની અડફેટે મોટી સંખ્યામાં ગૌવંશ આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં 17થી વધુ પશુઓનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી સ્થાનિક લોકો અને માલધારી સમાજના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં અબોલ પશુઓનાં મોતથી લોકોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી હતી.

આ ઘટનાએ રેલવે ટ્રેકની આસપાસ પશુઓની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. માલધારી સમાજના લોકોના જણાવ્યા મુજબ, રેલવે લાઇનની બંને બાજુ યોગ્ય અને મજબૂત ફેન્સિંગની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓ ટ્રેક સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં પસાર થતી માલગાડીઓની અડફેટે પશુઓ આવી જવાથી જીવલેણ અકસ્માત સર્જાવાની આશંકા સતત રહે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.

ગૌવંશનાં મોતના આ બનાવ બાદ માલધારી સમાજના આગેવાનોએ રેલવે તંત્ર સમક્ષ પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માગ ઉઠાવી છે. રેલવે ટ્રેકની સંવેદનશીલ જગ્યાઓ પર મજબૂત ફેન્સિંગ, નિયમિત દેખરેખ અને જોખમી વિસ્તારોની ઓળખ કરીને જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

હાલ આ ઘટના પશુ સુરક્ષા અને રેલવે વ્યવસ્થાપન અંગે ચિંતાનો વિષય બની છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકોની અપેક્ષા છે. હવે જોવાનું એ રહેશે કે આ બનાવ બાદ રેલવે તંત્ર પશુઓની સુરક્ષા માટે કઈ નક્કર કાર્યવાહી હાથ ધરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande