અયોધ્યાના રામમંદિરની થીમ અને 18 ફૂટની દુર્ગા પ્રતિમા મહેસાણામાં આકર્ષણનું કેન્દ્ર
મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણામાં બેંગાલ ફ્રેન્ડ્સ એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગાપૂજા મહોત્સવમાં અયોધ્યાના રામમંદિરની થીમ પર તૈયાર કરાયેલો ભવ્ય મંડપ અને 18 ફૂટ ઊંચી માતા દુર્ગાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આયોજક સંદીપ મુખર્જીના મા
અયોધ્યાના રામમંદિરની થીમ અને 18 ફૂટની દુર્ગા પ્રતિમા મહેસાણામાં આકર્ષણનું કેન્દ્ર


અયોધ્યાના રામમંદિરની થીમ અને 18 ફૂટની દુર્ગા પ્રતિમા મહેસાણામાં આકર્ષણનું કેન્દ્ર


મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણામાં બેંગાલ ફ્રેન્ડ્સ એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગાપૂજા મહોત્સવમાં અયોધ્યાના રામમંદિરની થીમ પર તૈયાર કરાયેલો ભવ્ય મંડપ અને 18 ફૂટ ઊંચી માતા દુર્ગાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આયોજક સંદીપ મુખર્જીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી યોજાતા આ મહોત્સવમાં કોલકાતાના કારીગરોએ આશરે 40 દિવસની મહેનતથી માતાજીની પ્રતિમા તૈયાર કરી છે.

મહોત્સવ દરમિયાન ધાર્મિક વિધિઓ સાથે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. પંચમીના દિવસે આનંદ મેળામાં એસોસિએશન સાથે જોડાયેલી મહિલાઓ પરંપરાગત બેંગાળી વાનગીઓ રજૂ કરે છે. અષ્ટમીના દિવસે સંધિપૂજા અને વિજયાદશમીએ સિંદૂરખેલા મુખ્ય આકર્ષણ રહે છે. સિંદૂરખેલામાં પરિણીત મહિલાઓ માતાજીને સિંદૂર અર્પણ કર્યા બાદ એકબીજાને સિંદૂર લગાવી સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

મહોત્સવના અંતે માતા દુર્ગાની પ્રતિમાને ઊંટ પર બિરાજમાન કરીને વિસર્જનયાત્રા કાઢવામાં આવે છે. આ આયોજન દ્વારા બેંગાલ ફ્રેન્ડ્સ એસોસિએશન મહેસાણામાં બેંગાળી સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક આસ્થાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande