અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડના નવા હોદ્દેદારોની વરણી, ડીઇઓ રોહિત ચૌધરીને સરકારી પ્રતિનિધિ તરીકે મૂક્યા
ચેરમેન તરીકે તરીકે પ્રજ્ઞેશ પટેલ, વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડે ચાર્જ સંભાળ્યો અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચુંટણી પરિણામો પછી વિવાત સાંભળી લીધો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર
Ahmedabad Municipal Corporation School Board appoints new office bearers


- ચેરમેન તરીકે તરીકે પ્રજ્ઞેશ પટેલ, વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચુંટણી પરિણામો પછી વિવાત સાંભળી લીધો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિધિવત આજે નવા સ્કૂલ બોર્ડની સતત સોંપણી કરવામાં આવી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડની વરણી કરવામાં આવી છે. નવી બોડીની રચના બાદ આજે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં બંને હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેએ વિજય મુહૂર્તમાં પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. સ્કૂલ બોર્ડમાં કુલ 15 સભ્યનો સમાવેશ થાય છે, જેમાં 12 સભ્ય બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

સ્કૂલ બોર્ડની નવી બોડીમાં ભાજપના 11 અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થયો છે. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં પ્રજ્ઞેશ પટેલ, અંકિત રાઠોડ, નવીન પટેલ, ડૉ. નિલય શુક્લ, લીલાધર ખડકે, પાર્થ ત્રિવેદી, નીકી શાહ, ચંદ્રદીપસિંહ વાઘેલા, નીતા પ્રજાપતિ, અમૃત વ્યાસ, નંદિની પંડ્યા અને સોનલ પટેલનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા સરકારી સભ્ય તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીની તેમજ બિનસરકારી સભ્યો તરીકે ચિરાગ સોલંકી અને ભવાનીસિંહ શેખાવતની નિમણૂક કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડે વિજય મુહૂર્ત ચાર્જ સાંભળ્યો હતો. પ્રજ્ઞેશ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 29માં ચેરમેન બન્યા છે. ચાર્જ સાંભળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ મોઢું મીઠું કરાવી અને બુકે આપીને અભિનંદન આપ્યા હતા.

નવી બોડી સ્કૂલ બોર્ડની 400થી વધુ શાળાઓની શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા અને સ્કૂલ બોર્ડના વિવિધ વિકાસલક્ષી કામોને આગળ વધારવાની જવાબદારી રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટના અધ્યક્ષ સ્થાને મળેલી સ્કૂલ બોર્ડની બેઠકમાં તમામ સભ્યોએ ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે અંકિત રાઠોડના નામ ઉપર સંમતિ દર્શાવી હતી. જેમાં સ્કૂલ બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

સ્કૂલ બોર્ડમાં સભ્ય તરીકે કોંગ્રેસના એક સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં આશ્ચર્યજનક રીતે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે આજે મળેલી સ્કૂલ બોર્ડની બેઠકમાં સર્વ સંમતિથી ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે અંકિત રાઠોડના નામ ઉપર મોહર મારવામાં આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની શિક્ષણ માટેની કામગીરી કરવામાં આવી છે. બાળકો સારી રીતે અભ્યાસ કરી તેને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે તે જ કામગીરીના આધારે આગળ વધવાનું કામ કરીશું.

છેલ્લા 5 વર્ષમાં 90 ટકા વધારે સ્માર્ટ શાળાઓ બની ગઈ છે. જેથી આગામી સમયમાં શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવવા માટે કામગીરી કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તેને પ્રાધાન્ય આપવાનું કામ પણ આગામી 5 વર્ષ દરમિયાન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande