સિદ્ધપુર TDO વિજયસિંહ પરમારની માંગરોળ ખાતે બદલી, તાલુકા પંચાયતમાં વિદાય સમારંભ યોજાયો
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારની વહીવટી કારણોસર સુરત જિલ્લાના માંગરોળ ખાતે બદલી થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. સિદ્ધપુર તાલુકામાં ત્રણ વર્ષ સુધી સેવા આપનાર વિજયસિંહ પરમારને આ પ્રસંગે સાફ
સિદ્ધપુર TDO વિજયસિંહ પરમારની માંગરોળ ખાતે બદલી, તાલુકા પંચાયતમાં વિદાય સમારંભ યોજાયો


પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારની વહીવટી કારણોસર સુરત જિલ્લાના માંગરોળ ખાતે બદલી થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. સિદ્ધપુર તાલુકામાં ત્રણ વર્ષ સુધી સેવા આપનાર વિજયસિંહ પરમારને આ પ્રસંગે સાફો, તલવાર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો, જિલ્લા અને તાલુકા ડેલિગેટો, સરપંચો, રાજકીય પક્ષોના આગેવાનો, તલાટી કમ મંત્રીઓ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ હાજરી આપી હતી. સરપંચ એસોસિયેશન વતી ધનાવાડાના સરપંચ, તલાટી મંડળ વતી બિપિનભાઈ પટેલ અને તાલુકા પંચાયતના કર્મચારીઓ વતી નાયબ તાલુકા વિકાસ અધિકારીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે વિજયસિંહ પરમારના કાર્યકાળ દરમિયાનની કામગીરીને બિરદાવી તેમની સેવાઓની પ્રશંસા કરી હતી.

વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિજયસિંહ પરમારના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લઈ રહેલા વિજયસિંહ પરમારે સિદ્ધપુરમાં ફરજ દરમિયાન મળેલા સહકાર બદલ તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમની કામગીરીને યાદ કરી ભાવભીની વિદાય આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande