એશિયન પેરા ગેમ્સ: શૉટ પુટ એફ-46 સ્પર્ધામાં ભારતે ત્રણેય પદક જીત્યા, સચિને રમતોનો રેકોર્ડ બનાવ્યો
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). એશિયન પેરા ગેમ્સ-2026માં ભારતીય ખેલાડીઓએ પુરુષોની ગોળા ફેંક એફ-46 સ્પર્ધામાં ત્રણેય પદક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સચિન ખિલારીએ પહેલા જ પ્રયાસમાં 15.79 મીટરનો ગોળો ફેંકીને રમતોનો નવો રેકોર્ડ બનાવ્યો
સચિન ખિલારી


આઇચી-નાગોયા, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). એશિયન પેરા ગેમ્સ-2026માં ભારતીય ખેલાડીઓએ પુરુષોની ગોળા ફેંક એફ-46 સ્પર્ધામાં ત્રણેય પદક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સચિન ખિલારીએ પહેલા જ પ્રયાસમાં 15.79 મીટરનો ગોળો ફેંકીને રમતોનો નવો રેકોર્ડ બનાવ્યો અને સુવર્ણ પદક પોતાના નામે કર્યો. મોહમ્મદ યાસીરે રજત, જ્યારે પ્રવીણે કાંસ્ય પદક જીત્યો.

સચિને સ્પર્ધામાં સાતત્ય દર્શાવતા પોતાના તમામ પ્રયાસોમાં 15 મીટરથી વધુ અંતર સુધી ગોળો ફેંક્યો. તેમનો 15.79 મીટરનો પહેલો પ્રયાસ જ સુવર્ણ પદક અને રમતોના રેકોર્ડ માટે પૂરતો રહ્યો.

મોહમ્મદ યાસીરે પોતાના ત્રીજા પ્રયાસમાં 15.06 મીટરનું અંતર હાંસલ કર્યું. આ તેમનું આ સત્રનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેનાથી તેમણે રજત પદક પોતાના નામે કર્યો. પ્રવીણે બીજા પ્રયાસમાં 13.83 મીટરનો ગોળો ફેંકીને કાંસ્ય પદક જીત્યો.

આ રીતે પુરુષોની ગોળા ફેંક એફ-46 સ્પર્ધામાં સુવર્ણ, રજત અને કાંસ્ય ત્રણેય પદક ભારતીય ખેલાડીઓના ખાતામાં આવ્યા. ભારતીય દળ માટે આ સિદ્ધિ એશિયન પેરા ગેમ્સમાં દેશના શાનદાર પ્રદર્શનને વધુ મજબૂતી આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande