નારણપુરા રોડ ઉપર નશાની હાલતમાં યુવકે આડેધડ કાર ચલાવી, સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો
અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) ગઈકાલે 21 ઓક્ટોબરના રોજ રાત્રે અમદાવાદના સોલા- નારણપુરા રોડ ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક જોખમી રીતે કાર ચલાવી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ તેને રોક્યો હતો. યુવક એટલો દારૂ પીધેલી હાલતમાં હતો કે, ઉભો પણ રહી શકતો નહોતો. સ
નારણપુરા રોડ ઉપર નશાની હાલતમાં યુવકે આડેધડ કાર ચલાવી, સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો


અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) ગઈકાલે 21 ઓક્ટોબરના રોજ રાત્રે અમદાવાદના સોલા- નારણપુરા રોડ ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક જોખમી રીતે કાર ચલાવી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ તેને રોક્યો હતો. યુવક એટલો દારૂ પીધેલી હાલતમાં હતો કે, ઉભો પણ રહી શકતો નહોતો.

સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘાટલોડિયા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસને યુવક પાસેથી બે દારૂની બોટલ પણ મળી આવી હતી. દારૂ પીને ગાડી ચલાવવા તેમજ દારૂની બોટલ રાખવા મામલે પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

શહેરના સોલા નારણપુરા રોડ ઉપર જૈન પાર્શ્વનાથ મંદિર પાસે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ એક યુવક રસ્તા પર આડેધડ કાર ચલાવતો હતો. જેથી દારૂના નશામાં કાર ચલાવતો હોવાની સ્થાનિકોને શંકા ગઇ હતી. જેને પગલે લોકોએ તેની ગાડી ઉભી રખાવી હતી.

યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હતો. સરખો ઊભો પણ રહી શકતો નહોતો, જેથી તેને પકડીને લોકોએ નીચે બેસાડી દીધો હતો. યુવક પાસેથી દારૂનું ક્વાર્ટર પણ મળી આવ્યું હતું. એટલી હદે દારૂ પીધેલી હાલતમાં હતો કે, તેને કોઈ ભાન પણ નહોતું.

ગાડીમાંથી બે વિદેશી દારૂની બોટલ મળી

સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને જાણ કરવામાં આવતા ઘાટલોડિયા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા બે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. દારૂ પી અને બેફામ રીતે ગાડી ચલાવનાર શખ્સનું નામ યતીન પટેલ છે અને તે સનસેટ રો હાઉસ, ગુરુકુળ રોડ, મેમનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા પોલીસે તેની સામે દારૂ પીવા અને દારૂ રાખવા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande