
નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ, ગુરુવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ગૃહ મંત્રી અમિત શાહની વહીવટી સમજણે ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી છે. માઓવાદના ખતરાને ખતમ કરવામાં અને નશા મુક્ત સમાજના આપણા સ્વપ્નને આગળ વધારવામાં મળેલી સફળતાઓ ખાસ કરીને નોંધનીય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને લોકોની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન મળે.
ઓમ બિરલાએ કહ્યું કે, ભારતમાં નક્સલવાદને ખતમ કરીને રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને સુદૃઢ બનાવવા, દેશમાં સહકારિતાને નવી દિશા આપવા તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને મજબૂત કરવા માટે અમિત શાહના પ્રયાસો પ્રેરક છે. રાષ્ટ્રહિત પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા કરોડો ભારતીયોને પ્રોત્સાહિત કરે છે. તમારો નશા મુક્ત ભારતનો સંકલ્પ પરિવાર અને રાષ્ટ્રહિતની વ્યાપક વિચારસરણી છે. કામના છે કે શાહનો અનુભવ, ઊર્જા અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણના નવા માર્ગો પ્રશસ્ત કરતો રહે. ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અસીમ ઊર્જા પ્રદાન કરે.
રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં અને સહકારિતા ક્ષેત્રને નવી ગતિ આપવામાં તેઓ પૂરા મનોયોગ અને કર્મઠતા સાથે કામ કરી રહ્યા છે. તેમના ઉત્તમ સ્વાસ્થ્યની અને દીર્ઘાયુ થવાની સાથે સાથે રાષ્ટ્રસેવામાં તેમની નિરંતર સક્રિયતાની ઈશ્વર પાસે કામના કરીએ છીએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના કુશળ નેતૃત્વમાં અમિત શાહ દ્વારા ‘નક્સલ મુક્ત ભારત’નો સંકલ્પ સાકાર થવો એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે, જેનાથી દેશની આંતરિક સુરક્ષા સુદૃઢ થઈ છે. વર્ષ 2029 સુધીમાં ‘નશા મુક્ત ભારત અભિયાન’નું લક્ષ્ય દેશની યુવા પેઢીને નશાથી બચાવવાની તમારી દૂરંદેશીને દર્શાવે છે. તેમને પૂરો વિશ્વાસ છે કે જન-ભાગીદારીથી આ સંકલ્પ પણ અવશ્ય સિદ્ધ થશે. તમારું રાષ્ટ્ર સેવા પ્રત્યેનું સમર્પણ, પરિશ્રમ અને જનકલ્યાણનો ભાવ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. ઈશ્વર પાસે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુખમય જીવનની મંગલકામના કરીએ છીએ.
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, જનપ્રિય જન નેતા, કુશળ સંગઠનકર્તા અને શ્રેષ્ઠ રણનીતિકાર, પોતાની દૃઢ સંકલ્પ શક્તિના આધારે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ અને સહકારિતા ક્ષેત્રને સમૃદ્ધ બનાવવામાં સતત કાર્યરત દેશના યશસ્વી અમિત શાહ પર બાબા સોમનાથની કૃપા સદૈવ બની રહે, આપ સ્વસ્થ રહો, દીર્ઘાયુ થાઓ, તમારા યશસ્વી જીવન માટે પ્રાર્થના કરીએ છીએ.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, દેશની આંતરિક સુરક્ષાને અભૂતપૂર્વ મજબૂતી આપવામાં, આતંકવાદ પર કઠોર કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં અને સહકારિતા ક્ષેત્રને સશક્ત બનાવવામાં શાહનું નેતૃત્વ નિર્ણાયક રહ્યું છે. સંગઠનના વિસ્તરણથી લઈને રાષ્ટ્રહિતના મોટા નિર્ણયો સુધી, તમારી કાર્યશૈલી અને દૃઢ ઈચ્છાશક્તિએ દેશના રાજકારણમાં એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, રાષ્ટ્રહિત પ્રત્યે તમારું અતૂટ સમર્પણ અને સંગઠનને સશક્ત બનાવવામાં શાહનું યોગદાન સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. ઈશ્વર પાસે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવાની નિરંતર ક્ષમતાની કામના કરીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ